તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Open Market With A Decline On The First Trading Day Of The Week, The Sensex Fell 414 Points, Below The Nifty 14550; Shares Of Titan Co., SBI Fall

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 63 અંક ઘટ્યો, નિફ્ટી 14634; ટાઈટન કંપની, ઈન્ડસઈન્ડ બેન્કના શેર ઘટ્યા

મુંબઈ12 દિવસ પહેલા
  • ભારતી એરટેલ, HUL, મારૂતિ સુઝુકી, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સના શેર વધ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે ફલેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 63.84 અંક ઘટીને 48718 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 3.05 અંક વધી 14634 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ટાઈટન કંપની, ઈન્ડસઈન્ડ બેન્ક, રિલાયન્સ, એક્સિસ બેન્ક, BPCL સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાઈટન કંપની 4.54 ટકા ઘટીને 1423.95 પર બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક 2.28 ટકા ઘટીને 913.60 પર બંધ રહ્યો હતો. જોકે ભારતી એરટેલ, HUL, મારૂતિ સુઝુકી, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ સહિતના શેર વધીન બંધ રહ્યાં હતા. ભારતી એરટેલ 3.98 ટકા વધીને 558.70 પર બંધ થયો હતો. HUL 2.27 ટકા વધીને 2.27 પર બંધ રહ્યો હતો.

તમામ એશિયાઈ બજારોમાં ઘટાડો

  • જાપનનો નિક્કેઈ ઈન્ડેક્સ 241 પોઈન્ટ ઘટી 28812 પર કારોબાર કરી રહ્યો છે.
  • ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 28 અંકના ઘટાડાની સાથે 3446 પર આવી ગયો છે.
  • હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેકસ 450 અંક ઘટી 28225 પર કારોબાર કરી રહ્યો છે.
  • કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 3 અંકના ઘટાડા સાથે 3144 પર કારોબાર કરી રહ્યો છે.
  • ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરીઝ ઈન્ડેક્સ 5 પોઈન્ટના ઘટાડા સાથે 7285 પર પહોંચી ગયો છે.

અમેરિકાના બજાર ઘટાડા સાથે બંધ
શુક્રવારે તમામ અમેરિકાના બજાર ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉજોન્સ 0.54 ટકાના ઘટાડા સાથે 185.51 અંક નીચે 33874.90 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.85 ટકાના ઘટાડા સાથે 119.86 અંક નીચે 13962.70 પર બંધ થયો. S&P 500 ઈન્ડેક્સ પણ 30.30 અંક ઘટી 484.17 પર બંધ થયો હતો. ફ્રાન્સ અને જર્મનીના બજાર પણ ઘટાડા સાથે બંધ થયા હતા.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ 30 એપ્રિલે વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 3465 કરોડ રૂપિયા અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 1419 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. મંગળવારે સેન્સેક્સ 983 પોઈન્ટ નીચે 48782 પર બંધ થયો હતો. આ રીતે નિફ્ટી પણ 263 અંક ઘટી 14631 પર બંધ થયો હતો.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ચેરમેન દિનેશ ખારાએ રવિવારે કહ્યું કે ઈકોનોમિક ગ્રોથને સપોર્ટ કરવા માટે જેટલા શકય હશે તેટલા વ્યાજ દરો ઓછા રાખીશું. કોરોનાની બીજી લહેરે નોન પરફોર્મિંગ એસેટ્સ પર અસરને લઈને ખારાએ કહ્યું કે આ વખતે દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું નથી. એવામાં આપણે તેના બેન્કિંગ સેકટર પરની અસરને લઈને થોભો અને રાહ જોવોની નીતી અપનાવી પડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો