• Home
  • Business
  • Sensex down 338 points, below Nifty 9100; Shares of Bajaj Finance, Axis Bank fell

શેરબજાર / સેન્સેક્સ 260 અંક ઘટ્યો, નિફ્ટી 9039 પર બંધ; એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સના શેર ઘટ્યા

X

  • એક્સિસ બેન્ક, એચડીએફસી, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેન્કના શેર ઘટ્યા
  • એમએન્ડએમ, ઈન્ફોસિસ, એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર વધ્યા

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 07:56 PM IST

મુંબઈ. ભારતીય શેરબજારોમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 260 અંક ઘટીને 30672 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 67 અંક ઘટીને 9039 પર બંધ થયો હતો. સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, એચડીએફસી, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, બજાજ ઓટો સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એક્સિસ બેન્ક 5.65 ટકા ઘટીને 337.10 પર બંધ થયો હતો. એચડીએફસી 4.99 ટકા ઘટીને 1516.55 પર બંધ થયો હતો. જોકે એમએન્ડએમ, ઈન્ફોસિસ, એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ટેક મહિન્દ્રા સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. એમએન્ડએમ 4.46 ટકા વધી 426.55 પર બંધ થયો હતો. ઈન્ફોસિસ 3.01 ટકા વધી 692.25 પર બંધ થયો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી