શેરબજાર:સેન્સેક્સ 976 અંક વધ્યો, નિફ્ટી 15175 પર બંધ; HDFC બેન્ક, SBIના શેર વધ્યા

મુંબઈએક વર્ષ પહેલા
  • પાવર ગ્રીડ કોર્પ, ડો.રેડ્ડી લેબ્સ, IOC, આઈશર મોટર્સ, ગ્રેસીમના શેર ઘટ્યા

ભારતીય શેરબજારોમાં સપ્તાહના અંતિમ દિવસે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 976 અંક વધી 50540 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 269 અંક વધી 15175 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર HDFC બેન્ક, SBI, ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI બેન્ક, એક્સિસ બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. HDFC બેન્ક 4.48 ટકા વધી 1497.00 પર બંધ રહ્યો હતો. SBI 4.30 ટકા વધી 401.10 પર બંધ રહ્યો હતો. જોકે પાવર ગ્રીડ કોર્પ, ડો.રેડ્ડી લેબ્સ, IOC, આઈશર મોટર્સ, ગ્રેસીમ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 0.48 ટકા ઘટી 227.80 પર બંધ રહ્યો હતો. ડો.રેડ્ડી લેબ્સ 0.37 ટકા ઘટી 5216.75 પર બંધ રહ્યો હતો.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ 20 મેના રોજ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 71.04 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. એટલે કે તેમણે જેટલા રૂપિયાના શેર વેચ્યા હતા તેનાથી વધુના શેર ખરીદ્યા હતા. તેનાથી વિપરીત ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુદ્ધરૂપથી 876.06 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. એટલે કે તેમણે જેટલા રૂપિયાના શેર ખરીદ્યા હતા, તેનાથી વધુના શેર વેચ્યા હતા.

એશિયાઈ શેરબજારોમાં મિશ્ર વલણ
શુક્રવારે એશિયાઈ બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ(0.58%) અને કોરિયાનો કોસ્પી(0.19 ટકા) નબળાઈને સાથે બંધ થયો. જાપાનનો નિક્કેઈ(0.81 ટકા) અને હોંગકોંગનો હેંગસેંગ(0.10 ટકા)માં મજબૂતાઈ રહી. ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરીઝ ઈન્ડેક્સ 13 પોઈન્ટ વધીને 7265 પર બંધ થયો.

અમેરિકાના બજારો વધારા સાથે બંધ
ગુરુવારે અમેરિકાના બજારો વધારા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.55 ટકાના વધારા સાથે 188.11 અંક ઉપર 34084.10 પર બંધ થયો હતો. નેસ્ડેક 1.77 ટકાના વધારા સાથે 236.00 અંક ઉપર 13535.70 પર બંધ થયો. S&P 500 ઈન્ડેક્સ 43.45 પોઈન્ટ ઉપર 4159.13 પર બંધ થયો હતો. યુરોપીય શેરબજારોમાં શરૂઆત મિશ્ર રહી છે. બ્રિટનના FTSEમાં ઘટાડો આવ્યો છે. જ્યારે ફ્રાન્સના CAC અને જર્મનીના DAXમાં મજબૂતી છે.