• Gujarati News
  • Business
  • Sensex Rises 1178 Points, Nifty Crosses 16000 Level; Shares Of Dr. Reddy Labs, Nestle Rose

શેરબજાર:સેન્સેક્સ 1534 અંક વધ્યો, નિફ્ટી 457 પર બંધ; ડો.રેડ્ડી લેબ્સ, રિલાયન્સના શેર વધ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 1534 અંક વધી 54326 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 457 અંક વધી 16266 પર બંધ રહ્યો હતો.

ડો.રેડ્ડી લેબ્સ, રિલાયન્સ, નેસ્લેના શેર વધ્યા
સેન્સેક્સ પર ડો.રેડ્ડી લેબ્સ, રિલાયન્સ, નેસ્લે, ટાટા સ્ટીલ, લાર્સન સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ડો.રેડ્ડી લેબ્સ 8.10 ટકા વધી 4246.30 પર બંધ રહ્યો હતો. રિલાયન્સ 5.77 ટકા વધી 2622.15 પર બંધ રહ્યો હતો. જોકે શ્રી સિમેન્ટ, યુપીએલના શેર ઘટીને બંધ રહ્યાં હતા. શ્રી સિમેન્ટ્સ 0.97 ટકા ઘટી 22001.20 પર બંધ રહ્યો હતો. યુપીએલ 0.71 ટકા ઘટી 808.25 પર બંધ રહ્યો હતો.

ગુરુવારે સેન્સેક્સ 1416 અને નિફ્ટી 431 અંક ઘટ્યો હતો
ભારતીય શેરબજારો આજે ઘટીન બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 1416 અંક ઘટી 52792 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 431 અંક ઘટી 15809 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર વિપ્રો, HCL ટેક, ઈન્ફોસિસ, TCS, ટેક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. વિપ્રો 6.21 ટકા ઘટી 451.35 પર બંધ રહ્યો હતો. HCL ટેક 6.01 ટકા ઘટી 1009.45 પર બંધ રહ્યો હતો. જોકે ITC, ડો.રેડ્ડી લેબ્સ, પાવર ગ્રીડ કોર્પ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ITC 3.43 ટકા વધી 275.65 પર બંધ રહ્યો હતો. ડો.રેડ્ડી લેબ્સ 0.82 ટકા વધી 3940.00 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...