ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 110 અંક ઘટી 54208 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 19 અંક ઘટી 16240 પર બંધ રહ્યો હતો.
પાવર ગ્રીડ કોર્પ, ટેક મહિન્દ્રા, એસબીઆઈના શેર ઘટ્યા
સેન્સેક્સ પર પાવર ગ્રીડ કોર્પ, ટેક મહિન્દ્રા, એસબીઆઈ, લાર્સન, બજાજ ફાઈનાન્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 4.55 અંક ઘટી 227.85 પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા 2.14 ટકા ઘટી 1172.45 પર બંધ રહ્યો હતો. એચયુએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટ્સ, સન ફાર્મા, આઈટીસી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એચયુએલ 2.02 ટકા વધી 2290.65 પર બંધ રહ્યો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ 1.98 ટકા વધી 6230.00 પર બંધ રહ્યો હતો.
મંગળવારે સેન્સેક્સ 1345 અને નિફ્ટી 417 અંક વધ્યો હતો
ભારતીય શેરબજારો મંગળવારે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 1345 અંક વધી 54318 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 417 અંક વધી 16529 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, રિલાયન્સ, આઈટીસી, ICICI બેન્ક, વિપ્રો સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 7.62 ટકા વધી 1188.35 પર બંધ રહ્યો હતો. રિલાયન્સ 4.26 ટકા વધી 2530.70 પર બંધ રહ્યો હતો. જોકે નિફ્ટી પર ટાટા કોન્સ.પોર્ડ 0.17 ટકા ઘટી 734.25 પર બંધ રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.