• Gujarati News
  • Business
  • Sensex Up 180 Points, Nifty Closes At 52973; Shares Of Bajaj Finance, Maruti Suzuki Rise

શેરબજાર:સેન્સેક્સ 180 અંક વધ્યો, નિફ્ટી 15842 પર બંધ; બજાજ ફાઈનાન્સ, મારૂતિ સુઝુકીના શેર વધ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટ્સ, આઈટીસી, ડો.રેડ્ડી લેબ્સ, નેસ્લેના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 180 અંક વધી 52973 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 60 અંક વધી 15842 પર બંધ રહ્યો હતો.

એનટીપીસી, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સના શેર વધ્યા
સેન્સેક્સ પર એનટીપીસી, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ, મારૂતિ સુઝુકી, એચડીએફસી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એનટીપીસી 2.95 ટકા વધી 148.30 પર બંધ રહ્યો હતો. એસબીઆઈ 2.51 ટકા વધી 456.20 પર બંધ રહ્યો હતો. જોકે અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટ્સ, આઈટીસી, ડો.રેડ્ડી લેબ્સ, નેસ્લે સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. અલ્ટ્રાટેક સિમેન્ટ 2.80 ટકા ઘટી 6026.00 પર બંધ રહ્યો હતો. એશિયન પેઈન્ટ્સ 1.73 ટકા ઘટી 3012.10 પર બંધ રહ્યો હતો.

શુક્રવારે સેન્સેક્સ 137 અને નિફ્ટી 26 અંક વધ્યો
ભારતીય શેરબજારો શુક્રવારે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 137 અંક ઘટીને 52793 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 26 અંક ઘટીને 15782 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર સન ફાર્મા, એમએન્ડએમ, એચયુએલ, ટાઈટન કંપની, ITC સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. સન ફાર્મા 3.75 ટકા વધી 882.00 પર બંધ રહ્યો હતો. એમએન્ડએમ 2.78 ટકા વધી 888.95 પર બંધ રહ્યો હતો. જોકે એસબીઆઈ, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એનટીપીસી, ટાટા સ્ટીલ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એસબીઆઈ 3.76 ટકા ઘટી 445.05 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 2.76 ટકા ઘટી 686.30 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...