શેરબજાર:સેન્સેક્સ 137 અંક ઘટ્યો, નિફ્ટી 15782 પર બંધ; સન ફાર્મા, એમએન્ડએમના શેર વધ્યા

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસબીઆઈ, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેન્કના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે સપ્તાહના અંતિમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 137 અંક ઘટીને 52793 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 26 અંક ઘટીને 15782 પર બંધ રહ્યો હતો.

સન ફાર્મા, એમએન્ડએમ, ટાઈટન કંપનીના શેર વધ્યા
સેન્સેક્સ પર સન ફાર્મા, એમએન્ડએમ, એચયુએલ, ટાઈટન કંપની, ITC સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. સન ફાર્મા 3.75 ટકા વધી 882.00 પર બંધ રહ્યો હતો. એમએન્ડએમ 2.78 ટકા વધી 888.95 પર બંધ રહ્યો હતો. જોકે એસબીઆઈ, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એનટીપીસી, ટાટા સ્ટીલ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એસબીઆઈ 3.76 ટકા ઘટી 445.05 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 2.76 ટકા ઘટી 686.30 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...