તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજાર:સેન્સેક્સ 471 અંક ઘટ્યો, નિફ્ટી 14696 પર બંધ; HUL, ONGCના શેર ઘટ્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • ટાઈટન કંપની, મારૂતિ સુઝુકી, પાવર ગ્રીડ કોર્પ, SBI, NTPCના શેર વધ્યા

ભારતીય શેરબજારો બુધવારે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 471 અંક ઘટીને 48690 પર બંધ રહ્યો હતો. જોકે નિફ્ટી 154 અંક ઘટીને 14696 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, HUL, ONGC, ICICI બેન્ક, એક્સિસ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 3.35 ટકા ઘટીને 917.25 પર બંધ રહ્યો હતો. HUL 3.07 ટકા ઘટીને 2329.05 પર બંધ રહ્યો હતો. જોકે ટાઈટન કંપની, મારૂતિ સુઝુકી, પાવર ગ્રીડ કોર્પ, SBI, NTPC સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટાઈટન કંપની 1.31 ટકા વધીને 1454.80 પર બંધ રહ્યો હતો. મારૂતિ સુઝુકી 1.21 ટકા વધીને 6820.40 પર બંધ રહ્યો હતો.

જાપાન અને કોરિયાના બજારોમાં ઘટાડો

  • જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 213 પોઈન્ટ નીચે 28382 પર કારોબાર કરી રહ્યો છે.
  • ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ માત્ર 1 અંકના વધારા સાથે 3443 પર છે.
  • હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 85 પોઈન્ટ ઉપર 28045 પર કારોબાર કરી રહ્યો છે.
  • કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 40 અંકના ઘટાડા સાથે 3169 પર આવી ગયો છે.
  • ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરીઝ ઈન્ડેક્સ 43 પોઈન્ટના ઘટાડા સાથે 7288 પર પહોંચી ગયો છે.

અમેરિકાના બજાર ઘટાડા સાથે બંધ
મંગળવારે તમામ અમેરિકાના બજાર ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 1.36 ટકાના ઘટાડા સાથે 473.66 અંક ઘટી 34269 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.09 ટકાના ઘટાડા સાથે 12.43 અંક ઘટી 13401.90 પર બંધ થયો. S&P 500 ઈન્ડેક્સ 36.33 પોઈન્ટ નીચે 4152.10 પર બંધ થયો. બીજી તરફ ફ્રાન્સ અને જર્મનીના બજાર પણ ઘટાડા સાથે બંધ થયા હતા.

FII અને DII ડેટા
NSE પરના હાલના પ્રોવિઝનલ ડેટા મુજબ 11 મેએ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 336 કરોડ રૂપિયા અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII) એ 676.67 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. મંગળવારે સેન્સેક્સ 340 પોઈન્ટ નીચે 49161 પર બંધ થયો હતો. આ રીતે નિફ્ટી 91 અંક નીચે 14850 પર બંધ થયો હતો.