તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Sensex Rises 634 Points, Nifty Crosses 14700 Level; Shares Of Titan Company, NTPC Rise

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:વૈશ્વિક બજારોની સામાન્ય તેજી પછી સેન્સેક્સ 1128 અંક વધ્યો, નિફ્ટી 14845 પર બંધ; HDFC બેન્ક, HCL ટેકના શેર વધ્યા

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એમએન્ડએમ, એક્સિસ બેન્ક, ભારતી એરટેલના શેર ઘટ્યા

ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી હતી. દિવસના અંતે સેન્સેક્સ 1128 અંક વધીને 50136 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 337 અંક વધી 14845 પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સ પર HDFC બેન્ક, HCL ટેક, ઈન્ફોસિસ, NTPC, HUL સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. HDFC બેન્ક 4.11 ટકા વધીને 1553.55 પર બંધ રહ્યો હતો. HCL ટેક 3.91 ટકા વધીને 996.35 પર બંધ રહ્યો હતો. જોકે એમએન્ડએમ, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એમએન્ડએમ 0.74 ટકા ઘટીને 795.00 પર બંધ રહ્યો હતો. એક્સિસ બેન્ક 0.41 ટકા ઘટીને 695.10 પર બંધ રહ્યો હતો.

એશિયાઈ બજારોમાં પરત ફરી ખરીદી

  • હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 248 અંક એટલે કે 0.88 ટકા વધીને 28570 પર પહોંચી ગયો છે.
  • ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 18 પોઈન્ટ ઉપર 3453 પર કારોબાર કરી રહ્યો છે.
  • જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 6 પોઈન્ટ્સ ઘટીને 29378 પર કારોબાર કરી રહ્યો છે.
  • કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 1 ટકા વધ્યો અને ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડનરીઝ ઈન્ડેક્સમાં 0.54 ટકા સુધીનો ઘટાડો છે.

અમેરિકાનાં બજારમાં ઉતાર-ચઢાવ
અમેરિકાનાં શેરબજારોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ડાઉ જોન્સ ઈન્ડેક્સ 94.49 પોઈન્ટ વધારા સાથે 33171 પર બંધ થયો હતો. બીજી તરફ, નેસ્ડેક ઈન્ડેક્સ 79 અંક ઘટી 13059 અંક પર બંધ થયો છે. આ રીતે S&P 500 ઈન્ડેક્સ પણ 3 અંક વધી 3971 અંક પર આવી ગયો છે. આ પહેલાં યુરોપિયન માર્કેટમાં ખરીદી જોવા મળી, જેમાં ફ્રાન્સ, બ્રિટન અને જર્મનનાં શેરબજાર સામેલ છે.

સતત ઘટાડા પર બ્રેક લાગી
શેરબજારમાં 26 માર્ચે સતત ઘટાડા પછી વધારો નોંધાયો છે. BSE સેન્સેક્સ 568 અંક વધારા સાથે 49008.50 પર અને NSE નિફ્ટી પણ 182 અંક વધી 14507.30 પર બંધ થયો હતો. NSEના પ્રોવિઝનલ ડેટા મુજબ, વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 50.13 કરોડ રૂપિયાના શેર વેચ્યા, જ્યારે ઘરેલું સંસ્થાગત રોકાણકારો(DII)એ 1703.14 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો