તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Sensex Rises 686 Points, Nifty Crosses 15100 Level; Shares Of Bajaj Finserv, SBI Rise

તેજીની ઈનિંગ:શેરબજારમાં ફ્રન્ટલાઈન શેરોમાં જંગી ખરીદીને પગલે 1,148 પોઇન્ટનો ઉછાળો, રોકાણકારોની સંપત્તિમાં 3.50 લાખ કરોડનો ઉમેરો થયો

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેન્સેક્સ 1,147.76 પોઇન્ટના ઉછાળા સાથે 51,444.65 રહ્યો
  • નિફ્ટી પણ 326.50 પોઇન્ટ અથવા 2.19 ટકા વધી 15,245.60 રહી

ભારતીય શેરબજારમાં બુધવારે સતત ત્રીજા દિવસે તેજીમય માહોલ આગળ વધ્યો હતો. BSE સેન્સેક્સ ઉંચામાં 51,539.89 અને નીચામાં 50,512.84 વચ્ચે વધઘટ નોંધાવી છેલ્લે 1147.76 પોઇન્ટ એટલે કે 2.28 ટકા વધી 52,516.76 પર રહ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરોમાં પણ તેજીમય માહોલ જોવા મળ્યો હતો.નિફ્ટી પણ 326.50 પોઇન્ટ અથવા 2.19 ટકા વધી 15,245.60 રહી હતી.

બજાર મૂડીકરણમાં રૂપિયા 3.50 લાખ કરોડનો ઉછાળો
ભારતીય શેરબજારમાં આ સપ્તાહે આવેલી રિકવરીને પગલે બજાર મૂડીકરણમાં તીવ્ર ઉછાળો આવ્ય છે. આજે BSE ખાતે ટ્રેડેટ કંપનીનું એમ-કેપ રૂપિયા 3.50 લાખ કરોડ વધીને રૂપિયા 210 લાખ કરોડ થયું હતું.

સેન્સેક્સ 1,147 પોઇન્ટના ઉછાળા સાથે 51,444.65 પર બંધ રહ્યો
સેન્સેક્સ 1,147.76 પોઇન્ટના ઉછાળા સાથે 51,444.65 પર બંધ રહ્યો હતો. કામકાજના સમયે ઈન્ડેક્સ દિવસની સૌથી ઉંચી 51,539 સપાટીને સ્પર્શી ગયો હતો. આ અગાઉ સેન્સેક્સ 25 ફેબ્રુઆરીના રોજ 51,039.31ના લેવલ પર બંધ રહ્યો હતો.આજની તેજીને પગલે કંપનીનું માર્કેટકેપ વિક્રમજનક રૂપિયા 210.10 લાખ કરોડ થઈ ગયુ છે. આ અગાઉ સેન્સેક્સ આજે સવારે 441.32 પોઇન્ટ ઉછાળા સાથે 50,738.21 પર ખુલ્યો હતો.

સરકારી બેન્કો અને મેટલ સેક્ટરના શેરોમાં તેજી
રોકાણકારોએ સૌથી વધારે સરકારી બેન્ક અને મેટલ સેક્ટરના શેરોમાં ખરીદી નોંધાવી હતી. જેથી નિફ્ટી PSU બેન્ક અને મેટલ ઈન્ડેક્સ 3-3 ટકા સુધારા સાથે બંધ રહ્યા હતા. જ્યારે ઓટો સેક્ટરમાં વેચવાલીના ભારે દબાણ વચ્ચે ઓટો ઈન્ડેક્સ 0.66 ટકા ઘટાડા સાથે 10,673.10 પર બંધ રહ્યો છે.NSE પર નિફ્ટી ઈન્ડેક્સ પણ 326.50 પોઇન્ટ વધવા સાથે 15,245.60 રહ્યો હતો.

શેરહોલ્ડર્સે યસ બેન્કને 10 હજાર કરોડ રૂપિયા એકત્રિત કરવાની મંજૂરી આપી
​​​​​​​
યસ બેન્કના શેરહોલ્ડર્સે બેન્કને 10 હજાર કરોડ રૂપિયા એકત્રિત કરવાની મંજૂરી આપી દીધી છે. બેન્કે રેગ્યુલેટરને આપેલી માહિતીમાં જણાવ્યું કે લગભગ 98.78 ટકા વોટ ઈક્વિટી શેર કે બીજા સિક્યોરિટીઝ બહાર પાડવાના પક્ષમાં આપવામાં આવ્યા છે. BSEમાં શેર હલકા વધારા સાથે 16.40 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે.

ફેબ્રુઆરીમાં સર્વિસ PMI સતત પાંચમાં મહિને વધ્યો
સતત પાંચમાં મહિનાના વધારા સાથે સર્વિસ મેનેજિંગ ઈન્ડેક્સ(PMI) ફેબ્રુઆરીમાં 55.3 પર પહોંચ્યો, આ જાન્યુઆરીમાં 52.8 રહ્યો હતો. ગત વર્ષે ફેબ્રુઆરી પછી અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તરે છે. ફેબ્રુઆરી 2020માં PMI 57.5 રહ્યો હતો.

વિશ્વના બજારોમાં વધારો વધારો
અમેરિકાના બજાર ભલે ગઈકાલે ઘટાડા સાથે બંધ થયા હતા, જોકે વિશ્વભરના અન્ય શેરબજારોમાં ખરીદી છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 118 અંક વધી 29527 પર કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ અને ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 1-1 ટકાથી વધુ વધારા સાથે કારોબાર કરી રહ્યાં છે. કોરિયાનો કોસ્પી અને ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સમાં પણ વધારો છે. આ પહેલા યુરોપના બજાર પણ હલકા વધારા સાથે બંધ થયા હતા.

US શેર માર્કેટમાં વેચવાલી
અમેરિકાના બજારોમાં નેસ્ડેક ઈન્ડેક્સ સૌથી વધુ 230 અંક એટલે કે 1.69 ટકા ઘટીને 13358 પર બંધ થયો હતો. આ રીતે ડાઉ જોન્સ ઈન્ડેક્સ 143 અંક અને S&P 500 ઈન્ડેક્સ 31.53 અંક નીચે બંધ થયો હતો. બજારના ઘટાડામાં એપલ અને ટેસ્લાના શેર સૌથી આગળ રહ્યાં, જ્યારે મેટેરિયલ સ્ટોક્સ નવા રાહત પેકેજની આશા સાથે બંધ થયા હતા.

ભારે વિદેશી રોકાણના પગલે ગઈકાલે વધારા સાથે બંધ થયું હતું શેરબજાર
મંગળવારે સેન્સેક્સ 447.05 અંકના વધારા સાથે 50296.89 પર અને નિફ્ટી 157.55 અંક વધી 14919 પર બંધ થયો હતો. NSEના પ્રોવિઝનલ ડેટા મુજબ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 223.16 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 854.04 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.