• Home
  • Business
  • Sensex 953 and Nifty 321 points up, Dowsons up 6.38% and S&P 6.24% on Thursday.

શેરબજાર / સેન્સેક્સ 131 ઘટ્યો, નિફ્ટી 8650 સપાટી વટાવી બંધ; બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલના શેર ઘટ્યા

X

  • એક્સિસ બેન્ક, આઈટીસી, એનટીપીસી, એમએન્ડએમ બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં
  • બજાજ ફાઈનાન્સ, હીરો મોટોકોર્પ, ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેન્ક, મારૂતિ સુઝુકીના શેર ઘટીને બંધ

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 07:28 PM IST

મુંબઈઃ ભારતીય શેરબજારોમાં સપ્તાહના અંતિમ દિવસે વધારો-ઘટાડો જોવા મળ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 131 અંક ઘટીને 29815 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 18 અંક વધીને 8660 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, આઈટીસી, એનટીપીસી, એમએન્ડએમ અને આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. જોકે બજાજ ફાઈનાન્સ, હીરો મોટોકોર્પ, ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેન્ક અને મારૂતિ સુઝુકીના શેર ઘટીને બંધ રહ્યાં હતા.    

ડાઉ જોન્સ, નેસ્ડેક અને એસએન્ડપીમાં પણ તેજી રહી

ગુરુવારે અમેરિકાના બજારની સાથે વિશ્વભરના બજારોમાં તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ 6.38 ટકાના વધારા સાથે 1,351.62 અંક વધી 22,552.20 પર બંધ થયો હતો. જ્યારે અમેરિકાનું બજાર નેસ્ડેક 5.60 ટકા વધારા સાથે 413.24 અંક વધી 7797.54 પર બંધ થયું હતું. બીજી તરફ એસએન્ડપી 6.24 ટકા વધારા સાથે 154.51 અંક વધી 2630.07 પર બંધ થયું હતું. ફ્રાન્સનો CAC 40 2.51 ટકા વધારા સાથે 4,543.58 અંક પર બંધ થયો હતો.   

ગુરુવારે બેન્કિંગ સેકટરમાં 45.07 ટકા સુધીનો વધારો જોવા મળ્યો

ગુરુવારે બેન્કિંગ સેકટરમાં લગભગ 45 ટકા તેજી જોવા મળી હતી. ટ્રેડિંગ દરમિયાન ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં 47.33 ટકા સુધી ઉછાળો આવ્યો. ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં 45.07 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ફેડરલ બેન્કના શેરમાં 9.13 ટકા, કોટક બેન્કમાં 7.66 ટકા, એચડીએફસી બેન્કમાં 6.76 ટકા, એક્સિસ બેન્કમાં 4.82 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી