તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 568 અંક વધી 49008 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 182 અંક વધી 14507 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર બજાજ ફિનસર્વ, ટાઈટન કંપની, એશિયન પેઈન્ટ્સ, HUL, ભારતી એરટેલ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. બજાજ ફિનસર્વ 4.38 ટકા વધી 9456.65 પર બંધ રહ્યો હતો. ટાઈટન કંપની 4.06 ટકા વધી 1509.45 પર બંધ રહ્યો હતો. જોકે પાવર ગ્રીડ કોર્પ, ઈન્ડસઈન્ડ બેન્ક, ITC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 1.20 ટકા ઘટીને 214.10 પર બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક 0.58 ટકા ઘટીને 952.70 પર બંધ રહ્યો હતો.
US માર્કેટમાં ખરીદીથી એશિયાઈ બજારોમાં પરત ફરી રોનક
અમેરિકાના બજારમાં ખરીદી પરત ફરી
US ઈકોનોમિમાં સારી રીકવરીની આશાથી બજારમાં રોકાણકારોએ ખરીદી કરી. ડાઉ જોન્સ ઈન્ડેક્સ 199 પોઈન્ટ વધારા સાથે 32619 પર બંધ થયો. નેસ્ડેક ઈન્ડેક્સ 15 અંક વધી 12977 અંકો પર બંધ થયું. આ રીત S&P 500 ઈન્ડેક્સ પણ 20 અંક વધી 3909 અંકો પર પહોંચી ગયુ છે. આ પહેલા યુરોપિયન માર્કેટમાં સપાટ કારોબાર જોવા મળ્યો, જેમાં ફ્રાન્સ, બ્રિટન અને જર્મનીના શેરબજાર સામેલ છે.
ગઈકાલે સતત બીજા દિવસે બજારમાં ઘટાડો રહ્યો
શેરબજારમાં 25 માર્ચે સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 740 અંક ઘટી 48440.12 પર અને NSE નિફ્ટી પણ 224 અંકના ઘટાડા સાથે 14324.90 પર બંધ થયો. NSEના પ્રોવિઝનલ ડેટા મુજબ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 3383.60 કરોડ રૂપિયાના શેર વેચ્યા, જ્યારે ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 2267.69 કરોડ રૂપિયાના શેર ખરીદયા હતા.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.