• Gujarati News
  • Business
  • Sensex Rises 807 Points, Nifty Surpasses 17900; Shares Of IndusInd Bank, Bharti Airtel Rose

શેરબજાર:સેન્સેક્સ 832 અંક વધ્યો, નિફ્ટી 17929 પર બંધ; ઈન્ડસઈન્ડ બેન્ક, HCL ટેકના શેર વધ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એમએન્ડએમ, બજાજ ફિનસર્વ, નેસ્લેના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 832 અંક વધી 60138 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 258 અંક વધી 17929 પર બંધ રહ્યો હતો. માર્કેટ કેપ 3 લાખ કરોડ વધી છે.

ઈન્ડસઈન્ડ બેન્ક, HCL ટેક, ભારતી એરટેલના શેર વધ્યા
સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, HCL ટેક, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 7.75 ટકા વધી 1228.35 પર બંધ રહ્યો હતો. HCL ટેક 3.91 ટકા વધી 1189.10 પર બંધ રહ્યો હતો. બજાજ ફિનસર્વ, એમએન્ડએમ, નેસ્લે, રિલાયન્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. બજાજ ફિનસર્વ 1.49 ટકા ઘટી 17564.70 પર બંધ રહ્યો હતો. એમએન્ડએમ 1.50 ટકા ઘટી 870.55 પર બંધ રહ્યો હતો.

મોંઘવારી ચિંતાનો વિષય
નિષ્ણાતોનું માનવું છે કે મોંઘવારી હાલ ચિંતાનો વિષય છે. સાથે જ ગ્લોબલ સ્તરે વ્યાજ દર વધી રહ્યાં છે. તેના પગલે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી પૈસા કાઢી રહ્યાં છે. તેની સીધી અસર બજાર પર જોવા મળી રહી છે. ગત સપ્તાહે રોકાણકારોએ બજારમાંથી 15 હજાર કરોડ રૂપિયા કાઢી લીધા છે.

અન્ય સમાચારો પણ છે...