શેરબજાર:સેન્સેક્સ 210 અંક વધ્યો, નિફ્ટી 16614 પર બંધ; ટેક મહિન્દ્રા, TCSના શેર વધ્યા

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારોબાર દરમિયાન સેન્સેક્સ 55854.88 અને નિફ્ટી 16628.55ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો
  • ઈન્ડસઈન્ડ બેન્ક, NTPC, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, લાર્સનના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના બીજા દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ દિવસના અંત 210 અંક વધી 55792 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 52 અંક વધી 16614 પર બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે કારોબાર દરમિયાન સેન્સેક્સ 55854.88 અને નિફ્ટી 16628.55ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.

ટેક મહિન્દ્રા, નેસ્લ, HULના શેર વધ્યા
સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, નેસ્લ, HUL, ટાઈટન કંપની, TCS સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટેક મહિન્દ્રા 3.21 ટકા વધી 1411.50 પર બંધ રહ્યો હતો. TCS 2.32 ટકા વધી 3552.40 પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, NTPC, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, લાર્સન સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 1.78 ટકા ઘટી 1000.50 પર બંધ રહ્યો હતો. NTPC 1.26 ટકા ઘટી 117.35 પર બંધ રહ્યો હતો.

અમેરિકાના શેરબજાની સ્થિતિ
આ પહેલા અમેરિકાના શેરબજારમાં પણ મિશ્ર કારોબાર જોવા મળ્યો. ડાઉ જોન્સ 0.31 ટકા વધી 35625 પર બંધ થયો. નેસ્ડેક 0.20 ટકાની નબળાઈ સાથે 14793 અને S&P 500 0.26 ટકાના વધારા સાથે 4480 પર બંધ થયો.

ઈ-ઈમરજન્સી એક્સ મિસ્ક વીઝાની જાહેરાત
અફઘાનિસ્તાનમાં સર્જાયેલી સ્થિતિને જોતા ભારત સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. ભારતના ગૃહ મંત્રાલયે સ્થિતિને જોતા વીઝા જોગવાઈઓની સમીક્ષા કરી છે. સરકારે અફઘાનિસ્તાનમાંથી ભાગીને ભારત આવી રહેલા અફઘાનિઓ માટે વીઝા પ્રક્રિયામાં ઝડપ લાવવાના હેતુથી ઈલેક્ટ્રોનિક વીઝાની નવી કેટેગરી ઈ-ઈમરજન્સી એક્સ મિસ્ક વીઝા(e-(e-Emergency X-Misc Visa)ની જાહેરાત કરી છે.