તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Sensex Down 334 Points, Nifty Closes At 15636; Shares Of Reliance, Bajaj Finserv Fell

શેરબજાર:સેન્સેક્સ 334 અંક ઘટ્યો, નિફ્ટી 15636 પર બંધ; રિલાયન્સ, બજાજ ફિનસર્વના શેર ઘટ્યા

મુંબઈ8 દિવસ પહેલા
  • પાવર ગ્રીડ કોર્પ, NTPC, ટાઈટન કંપની, HCL ટેક, એશિયન પેઈન્ટ્સના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે સપ્તાહના ત્રીજા દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. માર્કેટમાં આજે ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેકસ 334 અંક ઘટી 51941 પર બંધ રહ્યો હતો. જોકે નિફ્ટી 105 અંક ઘટીને 15636 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર પાવર ગ્રીડ કોર્પ, NTPC, ટાઈટન કંપની, HCL ટેક, એશિયન પેઈન્ટ્સ સહિતના શેર વધીને બંધ રહ્યા હતા. પાવર ગ્રીડ કોર્પ 3.42 ટકા વધીને 242.00 પર બંધ રહ્યો હતો. NTPC 1.72 ટકા વધીને 118.15 પર બંધ રહ્યો હતો. જોકે લાર્સન, રિલાયન્સ, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. લાર્સન 1.80 ટકા ઘટીને 1518.70 પર બંધ રહ્યો હતો. રિલાયન્સ 1.80 ટકા ઘટીને 2174.75 પર બંધ રહ્યો હતો.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, 8 જૂને વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધ રૂપથી 1422.71 કરોડ રૂપિયાના શેરની ખરીદી કરી છે. એટલે કે તેમણે જેટલા શેર વેચ્યાં હતા, તેના કરતા વધુ શેર ખરીદયા હતા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 1626.98 કરોડ રૂપિયાના શેર શુદ્ધરૂપથી વેચ્યા હતા.

મોટાભાગના એશિયાઈ બજારોમાં ઘટાડો
ચીનના શંઘાઈ કમ્પોઝિટને છોડીને બાકી તમામ મહત્વના એશિયાઈ બજારોના અગ્રણી ઈન્ડેક્સમાં નબળાઈ છે. ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડિનરીઝમાં પણ 0.15 ટકાનો ઘટાડો છે.

અમેરિકાના બજાર ઉતાર-ચઢાવની સાથે બંધ
મંગળવારે અમેરિકાના બજાર ઉતાર-ચઢાવની સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.09 ટકા ઘટાડા સાથે 30.42 અંક નીચે 34599.80 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.31 ટકાના વધારા સાથે 43.19 અંક વધી 13924.90 પર બંધ થયો. S&P 500 ઈન્ડેક્સ 0.74 પોઈન્ટ વધી 4227.26 પર બંધ થયો હતો. બીજી તરફ ફાન્સના બજાર વધારા અને જર્મનીના બજાર ઘટાડા સાથે બંધ થયા.