તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજાર:સેન્સેક્સ 53 અંક ઘટ્યો, નિફ્ટી 15740 પર બંધ; SBI, HDFCના શેર ઘટ્યા

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, HCL ટેક, ઈન્ફોસિસ, ટાઈટન કંપનીના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે ફલેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 53 અંક ઘટી 52275 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 12 અંક ઘટી 15740 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર SBI, HDFC, કોટક મહિન્દ્રા, HDFC બેન્ક, પાવર ગ્રીડ કોર્પ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતાં. SBI 1.21 ટકા ઘટીને 427.15 પર બંધ રહ્યો હતો. HDFC 1.18 ટકા ઘટીને 2554.30 પર બંધ રહ્યો હતો. જોકે ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, HCL ટેક, ઈન્ફોસિસ, ટાઈટન કંપની સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટેક મહિન્દ્રા 2.53 ટકા વધીને 1058.55 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 1.91 ટકા વધીને 546.80 પર બંધ રહ્યો હતો.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, 8 જૂને વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુધ્ધરૂપથી 186 કરોડ રૂપિયાના શેર વેચ્યાં હતા. એટલે કે જેમણે જેટલા રૂપિયાના શેર ખરીદયા હતા, તેણે એટલા જ વધુ શેર વેચ્યાં હતા. FIIથી વિપરીત, ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુદ્ધરૂપથી 983 કરોડ રૂપિયાના શેર ખરીદયા હતા.

એશિયાઈ બજારોમાં ઘટાડો
મોટાભાગના એશિયાઈ બજારોમાં વધુ ઘટાડો છે. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ લગભગ અડધા ટકા નબળો છે. હોંગકોંગનો હેંગસેંગ 0.31 ટકા નીચે ચાલી રહ્યો છે. જોકે કોરિયાના કોસ્પીમાં મામલી ઘટાડો છે. જોકે માત્ર જાપાનના નિક્કેઈમાં મજબૂતાઈ છે. તે સોમવારના બંધ સ્તરથી 0.15 ટકા ઉપર છે. ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડિનરીમાં 0.05 ટકાની મજબૂતાઈ છે.

અમેરિકાના બજારમાં મિશ્ર પ્રતિસાદ રહ્યો. S&Pમાં મામુલી ઘટાડો આવ્યો છે. બજારની નજર મિનિમમ ગ્લોબલ કોર્પોરેટ ટેક્સ રેટ પર નથી. ડાઉ જોન્સ 126 પોઈન્ટના ઘટાડા સાથે 34630 પર રહ્યો. S&P ઈન્ડેક્સ 3.37 ટકાના મામુલી ઘટાડા સાથે 4226 પર બંધ થયો. જોકે નેસ્ડેક કમ્પોઝિટ 67.23 પોઈન્ટ વધીને 13882 પર રહ્યો.