તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Sensex Up 228 Points, Nifty Closes At 15751; Shares Of Power Grid Corp, Ultratech Cement Rose

શેરબજાર:સેન્સેક્સ 228 અંક વધ્યો, નિફ્ટી 15751 પર બંધ; પાવર ગ્રીડ કોર્પ, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર વધ્યા

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, HDFC, ડો.રેડ્ડી લેબ્સ, SBIના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો સપ્તાહન પ્રથમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 228 અંક વધી 52328 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 81 અંક વધી 15751 પર બંધ રહ્યો હતો.જ્યાં સુધી સેક્ટરની વાત છે તો શેરબજારને નિફ્ટીના એનર્જી સેક્ટરના શેરમાં જોરદાર ખરીદીનો સપોર્ટ મળ્યો. આ સિવાય મીડિયા, IT, FMCG, ઓટો અને બેન્કિંગ ઈન્ડેક્સમાં પણ મજબૂતાઈ રહી. નિફ્ટીના મેટલ, રિયલ્ટી, ફાર્મા અને ફાઈનાન્શિયલ સેક્ટર ઈન્ડેક્સમાં નબળાઈ આવી.

સેન્સેક્સ પર પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, રિલાયન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 4.44 ટકા વધી 236.20 પર બંધ રહ્યો હતો. એનટીપીસી 4.07 ટકા વધી 116.40 પર બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એચડીએફસી, ડો.રેડ્ડી લેબ્સ, એસબીઆઈ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. બજાજ ફાઈનાન્સ 4.43 ટકા ઘટી 5728.20 પર બંધ રહ્યો હતો. એચડીએફસી 1.33 ટકા ઘટી 2584.70 પર બંધ રહ્યો હતો.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, 4 જૂને વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 1499.37 કરોડ રૂપિયાના શેર ખરીદયા હતા. એટલે કે જેણે જેટલા રૂપિયાના શેર ખરીદયા હતા, તેના કરતા વધુના શેર વેચ્યા હતા. FIILથી વિપરીત ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુદ્ધરૂપથી 1175.01 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.

અમેરિકાના બજાર વધારા સાથે બંધ
અમેરિકાના વાયદા બજાર નબળી શરૂઆતના સંકેત આપી રહ્યાં છે. S&P ઈન્ડેક્સ રેકોર્ડ હાઈની નજીક છે. શુક્રવારે ત્યાંના બજાર વધારા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.52ની મજબૂતાઈની સાથે 179.35 અંક ઉપર 34756.40 પર બંધ થયો હતો. નેસ્ડેક 1.47 ટકાના વધારા સાથે 199.98 અંક ઉપર 13814.50 પર રહ્યો હતો. S&P 500 ઈન્ડેક્સ 37.04 પોઈન્ટ ઉપર 4229.89 પર બંધ થયો હતો. બ્રિટનના FTSE અને ફ્રાન્સ CACમાં મજબૂતાઈ છે. જ્યારે જર્મનીના DAXમાં નબળાઈ છે.