તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજાર:સેન્સેક્સ 132 અંક ઘટ્યો, નિફ્ટી 15670 પર બંધ; નેસ્લે, SBIના શેર ઘટ્યા

મુંબઈ8 દિવસ પહેલા
  • નેસ્લે, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્કના શેર ઘટ્યા

રિઝર્વ બેન્કની મોનિટરી કમિટીનો નિર્ણય આવ્યા પછી બજારમાં આજે ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 132 અંક ઘટી 52100 પર બંધ રહ્યો હતો. જોકે નિફ્ટી 20 અંક ઘટી 15670 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર નેસ્લે, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. નેસ્લે 1.90 ટકા ઘટી 17457.95 પર બંધ રહ્યો હતો. એસબીઆઈ 1.38 ટકા ઘટી 433.60 પર બંધ રહ્યો હતો. જોકે બજાજ ફાઈનાન્સ, ઓએનજીસી, લાર્સન, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. બજાજ ફિનસર્વ 2.53 ટકા વધી 12120.00 પર બંધ રહ્યો હતો. ONGC 2.24 ટકા વધી 125.40 પર બંધ રહ્યો હતો.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, 3 જૂને વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધ રીતે ખરીદી કરી. FIIએ જેટલી કિંમતના શેર વેચ્યા, તેના 1079.20 કરોડ રૂપિયાથી વધુના શેર ખરીદયા. જોકે ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 278.97 કરોડ રૂપિયાના શેરની શુદ્ધ વેચવાલી કરી. એટલે કે જેટલી કિંમતના શેર ખરીદયા, તેન કરતા વધુ વેચ્યા.

એશિયાઈ બજારોમાં ઘટાડો
જાપાનના નિક્કેઈ, હોંગકોંગના હેંગસેંગ અને કોરિયાના કોસ્પીમાં ઘટાડો છે. ચીનના શંઘાઈ કમ્પોઝિટ અને ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડિનરીઝ મજબૂતી દેખાડી રહ્યાં છે.

અમેરિકાના બજાર ઘટાડા સાથે બંધ
ગુરુવારે અમેરિકાના બજાર ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.07 ટકાના ઘટાડા સાથે 23.34 અંક નીચે 34577.00 પર બંધ થયો હતો. નેસ્ડેક 1.03 ટકાના ઘટાડા સાથે 141.82 અંક નીચે 13614.50 પર બંધ થયો. S&P 500 ઈન્ડેક્સ 15.27 અંક નીચે 4192.85 પર બંધ થયો હતો. બીજી તરફ ફ્રાન્સના બજાર ઘટાડા અને જર્મનીના બજાર વધારા સાથે બંધ થયા.