તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • The Sensex Rose 383 Points, With The Nifty Closing At 15,690; Shares Of Titan Company, ONGC Rose

શેરબજાર:સેન્સેક્સ 383 અંક વધ્યો, નિફ્ટીએ 15690 પર બંધ; ટાઈટન કંપની, ONGCના શેર વધ્યા

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ડસઈન્ડ બેન્ક, પાવર ગ્રીડ કોર્પ, એમએન્ડએમ, બજાજ ઓટો, ડો.રેડ્ડી લેબ્સના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 383 અંક વધી 52232 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 114 અંક વધી 15690 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ટાઈટન કંપની, ONGC, લાર્સન, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટાઈટન કંપની 6.69 ટકા વધી 1691.00 પર બંધ રહ્યો હતો. ઓએનજીસી 4.16 ટકા વધી 122.65 પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, પાવર ગ્રીડ કોર્પ, એમએન્ડએમ, બજાજ ઓટો, ડો.રેડ્ડી લેબ્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 2.15 ટકા ઘટી 1005.85 પર બંધ રહ્યો હતો. પાવર ગ્રીડ કોર્પ 0.68 ટકા ઘટી 225.85 પર બંધ રહ્યો હતો.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, 2 જૂને ઘરેલુ અને વિદેશી સંસ્થાગત રોકાણકારો, બંનેએ શુદ્ધરૂપથી ખરીદી કરી છે. વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 921.10 કરોડ રૂપિયા, જ્યારે ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 241.76 કરોડ રૂપિયાના શેર ખરીદયા હતા. એટલે કે બંનેએ જેટલાની કિંમતના શેર વેચ્યા, તેનાથી વધુ કિંમતના શેર ખરીદયા.

જાપાનના બજારમાં ઉછાળો, હોંગકોંગમાં ઘટાડો

  • જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 41 પોઈન્ટ ઉપર 28987 પર કારોબાર કરી રહ્યો છે.
  • ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 4 અંકના વધારા સાથે 3601 પર છે.
  • હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 44 પોઈન્ટ નીચે 29223 પર કારોબાર કરી રહ્યો છે.
  • કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 23 અંકના ઘટાડા સાથે 3247 પર આવી ગયો છે.
  • ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરીઝ ઈન્ડેક્સ 31 પોઈન્ટ ઉપર 7500 પર પહોંચી ગયો છે.

અમેરિકાના બજાર વધારા સાથે બંધ
બુધવારે અમેરિકાના બજાર વધારા સાથે બંધ થયા હતા. ડાઉજોન્સ 0.07 ટકાના વધારા સાથે 25.07 અંક ઉપર 34600.40 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.14 ટકાના વધારા સાથે 19.85 અંક ઉપર 13756.30 પર બંધ થયા. S&P 500 ઈન્ડેક્સ 6.08 પોઈન્ટ ઉપર 4208.12 પર બંધ થયો હતો. બીજી તરફ ફ્રાન્સ અને જર્મનીના બજાર વધારા સાથે બંધ થયા હતા.