તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Sensex Down 186 Points, Nifty Closes At 15748; Shares Of Bajaj Auto, Tech Mahindra Fell

શેરબજાર:સેન્સેક્સ 186 અંક ઘટ્યો, નિફ્ટી 15748 પર બંધ; બજાજ ઓટો, ટેક મહિન્દ્રાના શેર ઘટ્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાવર ગ્રીડ કોર્પ, NTPC, HUL, ડો.રેડ્ડી લેબ્સ, નેસ્લેના શેર વધ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના બીજા દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 186 અંક ઘટીને 52549 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 66 અંક ઘટીને 15748 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેન્ક, બજાજ ઓટો, એમએન્ડએમ, ટેક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. કોટક મહિન્દ્રા 1.54 ટકા ઘટી 1705.80 પર બંધ રહ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેન્ક 1.52 ટકા ઘટીને 640.20 પર બંધ રહ્યો હતો. પાવર ગ્રીડ કોર્પ, NTPC, HUL, ડો.રેડ્ડી લેબ્સ, નેસ્લે સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 1.75 ટકા વધીને 235.85 પર બંધ રહ્યો હતો. NTPC 1.25 ટકા વધીને 117.60 પર બંધ રહ્યો હતો.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ શુક્રવારે 28 જૂને વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 1658 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. એટલે કે તેમણે જેટલા રૂપિયાના શેર ખરીદ્યા હતા, તેનાથી વધુ રૂપિયાના શેરનું વેચાણ કર્યું હતું. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુદ્ધરૂપથી 1277 કરોડ રૂપિયાના શેરની ખરીદી કરી હતી.

એશિયાઈ બજારોમાં નબળાઈ
એશિયાના મહત્ત્વના શેરબજાર નબળા ચાલી રહ્યાં છે. જાપાનના નિક્કેઈ ઈન્ડેક્સમાં લગભગ 1 ટકાનો ઘટાડો આવ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ લગભગ 0.75 નીચે છે. ચીનના શંઘાઈ કમ્પોઝિટમાં લગભગ 1 ટકાનો ઘટાડો આવ્યો છે. કોરિયાના કોસ્પીમાં લગભગ 0.40 ટકાની નબળાઈ છે. ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરી લગભગ 0.50 ટકા નીચે ચાલી રહ્યો છે.

અમેરિકાના બજારોમાં મિશ્ર વલણ
સોમવારે અમેરિકાના બજારોમાં મિશ્ર વલણ રહ્યું. ડાઉ જોન્સ 0.44 ટકાના ઘટાડા સાથે બંધ થયું. નેસ્ડેકમાં 0.98 ટકાનો ઉછાળો આવ્યો. S&P 500માં પણ 0.23 ટકાની મજબૂતી રહી. યુરોપીય બજારોમાં ઘટાડો જોવા મળ્યો. બ્રિટનના FTSEમાં 0.88 ટકા, જર્મનીના DAXમાં 0.34 ટકા અને CACમાં 0.98 ટકાની નબળાઈ રહી હતી.