તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Sensex Rises 16 Points, Nifty Crosses 15800 Level; ICICI Bank, Maruti Suzuki Shares Rise

શેરબજાર:સેન્સેક્સ 226 અંક વધ્યો, નિફ્ટી 15860 પર બંધ; ટાટા સ્ટીલ, એક્સિસ બેન્કના શેર વધ્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • રિલાયન્સ, NTPC, HUL, ટાઈટન કંપની, એશિયન પેઈન્ટ્સના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે વધીને બંધ રહ્યો હતો. સેન્સેક્સ 226 અંક વધીને 52925 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 70 અંક વધીને 15860 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, એક્સિસ બેન્ક, SBI, ICICI બેન્ક, મારૂતિ સુઝુકી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 4.65 ટકા વધીને 1165.00 પર બંધ રહ્યો હતો. એક્સિસ બેન્ક 3.02 ટકા વધીને 761.35 પર બંધ રહ્યો હતો. જોકે રિલાયન્સ, NTPC, HUL, ટાઈટન કંપની, એશિયન પેઈન્ટ્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. રિલાયન્સ 2.28 ટકા ઘટીને 2104.30 પર બંધ રહ્યો હતો. HUL 1.67 ટકા ઘટીને 2448.65 પર બંધ રહ્યો હતો.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, શુક્રવારે 24 જૂને વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 2890 કરોડ રૂપિયાના શેર વેચ્યા. એટલે કે તેમણે જેટલા રૂપિયાના શેર ખરીદયા હતા, તેનાથી વધુ રૂપિયાના શેર વેચ્યાં હતા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુદ્ધરૂપથી 1138 કરોડ રૂપિયાના શેરની ખરીદી કરી હતી.

ગુરુવારે સેન્સેક્સ 393 અંક વધીને બંધ રહ્યો
ભારતીય શેરબજારો ગુરુવારે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 393 અંક વધીને 52699 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 104 અંક વધી 15790 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ઈન્ફોસિસ, TCS, ટેક મહિન્દ્રા, HCL ટેક, એશિયન પેઈન્ટ્સ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ઈન્ફોસિસ 3.75 ટકા વધીને 1559.15 પર બંધ રહ્યો હતો. TCS 3.42 ટકા વધીને 3373.60 પર બંધ રહ્યો હતો. જોકે રિલાયન્સ, ભારતી એરટેલ, પાવર ગ્રીડ કોર્પ, SBI, HDFC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. રિલાયન્સ 2.35 ટકા ઘટીને 2153.35 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 0.99 ટકા ઘટીને 528.80 પર બંધ રહ્યો હતો.

એશિયાઈ બજારોમાં મજબૂતી
એશિયાના તમામ મહત્ત્વના શેરબજારોમાં મજબૂતી છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ લગભગ 0.70 ટકા ઉપર ચાલી રહ્યો છે. હોંગકોંગના હોંગસેંગમાં લગભગ 1.20 ટકાનો ઉછાળો છે. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ લગભગ 0.80 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. કોરિયાના કોસ્પીમાં લગભગ 0.60 ટકાની તેજી છે. ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરી લગભગ 0.60 ટકા ઉપર છે.

અમેરિકાના બજારમાં વધારો
અમેરિકાના બજારોમાં ગુરુવારે જોરદાર તેજી રહી. ડાઉ જોન્સ 0.95 ટકાના ઉછાળા સાથે બંધ થયો. નેસ્ડેક 0.69 ટકાના વધારા સાથે બંધ થયો. S&P 500માં 0.58 ટકાની મજબૂતી રહી.