તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજાર:સેન્સેક્સ 393 અંક વધ્યો, નિફ્ટી 15790 પર બંધ; ઈન્ફોસિસ, TCSના શેર વધ્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિલાયન્સ, ભારતી એરટેલ, પાવર ગ્રીડ કોર્પ, SBI, HDFCના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો ગુરુવારે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 393 અંક વધીને 52699 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 104 અંક વધી 15790 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ઈન્ફોસિસ, TCS, ટેક મહિન્દ્રા, HCL ટેક, એશિયન પેઈન્ટ્સ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ઈન્ફોસિસ 3.75 ટકા વધીને 1559.15 પર બંધ રહ્યો હતો. TCS 3.42 ટકા વધીને 3373.60 પર બંધ રહ્યો હતો. જોકે રિલાયન્સ, ભારતી એરટેલ, પાવર ગ્રીડ કોર્પ, SBI, HDFC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. રિલાયન્સ 2.35 ટકા ઘટીને 2153.35 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 0.99 ટકા ઘટીને 528.80 પર બંધ રહ્યો હતો.

FII અને DII ડેટા
NSE પર પ્રોવિઝનલ ડેટા મુજબ, શુક્રવારે 23 જૂને વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 3156 કરોડ રૂપિયાના શેર ખરીદયા. એટલે કે તેમણે જેટલા રૂપિયાના શેર વેચ્યા હતા, તેના કરતા વધુ શેર ખરીદયા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુદ્ધરૂપથી 1317 કરોડ રૂપિયાના શેર ખરીદયા હતા.

એશિયાઈ બજારોમાં મજબૂતી
જાપાનને છોડીને એશિયાના બાકીના બજારોમાં મજબૂતી રહી. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 0.05 ટકાના ઘટાડા સાથે બંધ થયો. હોંગકોંગના હેંગસેંગમાં 0.25 ટકાનો વધારો રહ્યો. ચીનના શંઘાઈ કમ્પોઝિટમાં માત્ર 0.01 ટકાનો વધારો રહ્યો. કોરિયાના કોસ્પીમાં 0.30 ટકાનો ઉછાળો આવ્યો. ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરી 0.17 ટકાના ઘટાડા સાથે બંધ થયો

અમેરિકાના બજારમાં વધારો
બુધવારે અમેરિકાના બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું. ડાઉ જોન્સ 0.21 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. નેસ્ડેકમાં 0.13 ટકાની મજબૂતાઈ રહી. S&P 500માં 0.11 ટકાની નબળાઈ આવી.