શેરબજાર:સેન્સેક્સ 85 અંક ઘટ્યો, નિફ્ટી 15576 પર બંધ; ITC, ટેક મહિન્દ્રાના શેર ઘટ્યા

મુંબઈએક વર્ષ પહેલા
  • પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી, મારૂતિ સુઝુકી, સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે ફ્લેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 85 અંક ઘટી 51849 પર બંધ રહ્યો હતો. જોકે નિફ્ટી 1 અંક વધી 15576 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ITC, ટેક મહિન્દ્રા, એક્સિસ બેન્ક, એશિયન પેઈન્ટ્સ, કોટક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ITC 2.88 ટકા ઘટીને 209.00 પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા 1.20 ટકા ઘટીને 1018.00 પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, પાવર ગ્રીડ કોર્પ, રિલાયન્સ, બજાજ ઓટો, મારૂતિ સુઝુકી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 1.81 ટકા વધીને 1028.00 પર બંધ રહ્યો હતો. પાવર ગ્રીડ કોર્પ 1.58 ટકા વધીને 227.95 પર બંધ રહ્યો હતો.

ટેક મહિન્દ્રા, આઈટીસી, ઈન્ફોસિસના શેર ઘટ્યા
સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, આઈટીસી, ઈન્ફોસિસ, એક્સિસ બેન્ક, એચસીએલ ટેક સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટેક મહિન્દ્રા 2.47 ટકા ઘટી 1005.00 પર કારોબાર કરી રહ્યો છે. આઈટીસી 1.91 ટકા ઘટી 211.10 પર કારોબાર કરી રહ્યો છે. જોકે પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી, મારૂતિ સુઝુકી, સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. પાવર ગ્રીડ કોર્પ 0.80 ટકા વધી 226.20 પર કારોબાર કરી રહ્યો છે. NTPC 0.68 ટકા વધી 110.85 પર કારોબાર કરી રહ્યો છે.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, 1 જૂને વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII) એ શુદ્ધરૂપથી 449.8 કરોડ રૂપિયાના શેર વેચ્યા. એટલે કે તેમણે જેટલા શેર ખરીદયા તેનાથી વધુ શેર વેચ્યા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII) એ શુદ્ધરૂપથી 230.49 કરોડ રૂપિયાના શેર ખરીદયા. એટલે કે તેમણે જેટલા શેર વેચ્યા, તેનાથી વધુ કિંમતના શેર ખરીદયા.

અમેરિકાના બજાર ઉતાર-ચઢાવની સાથે બંધ
મંગળવારે અમેરિકાના બજાર ઉતાર-ચઢાવની સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.13 ટકાના વધારા સાથે 45.86 અંક ઉપર 34575.30 પર બંધ થયા હતા. નેસ્ડેક 0.09 ટકાના ઘટાડા સાથે 12.26 અંક ઉપર 13736.50 પર બંધ થયા. S&P 500 ઈન્ડેક્સ 2.07 પોઈન્ટ નીચે 4202.04 પર બંધ થયો હતો. બીજી તરફ ફ્રાન્સ અને જર્મનીના બજાર વધારા સાથે બંધ થયા.

જાપાનના બજારમાં ઉછાળો, હોંગકોંગમાં ઘટાડો

  • જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 149 પોઈન્ટ ઉપર 28964 પર કારોબાર કરી રહ્યો છે.
  • ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 20 અંકના ઘટાડા સાથે 3604 પર બન્યો છે.
  • હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 178 પોઈન્ટ નીચે 29315 પર કારોબાર કરી રહ્યો છે.
  • કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 2 અંકના ઘટાડા સાથે 3219 પર આવી ગયો છે.
  • ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરીઝ ઈન્ડેક્સ 58 પોઈન્ટ ઉપર 7450 પર પહોંચી ગયો છે.