તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Following The Global Cues, The Sensex Fell 722 Points, The Nifty Fell 240 Points; Shares Of ONGC, SBI Fell

શેરબજાર:સેન્સેક્સ 21 અંક વધ્યો, નિફ્ટી 15683 પર બંધ; ONGC, નેસ્લે સહિતના શેર ઘટ્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • HUL, બજાજ ઓટો, ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેન્કના શેર વધ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે ફલેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 21.12 અંક વધી 52344.45 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 8.05 ટકા ઘટી 15683.35 પર બંધ રહ્યો હતો. સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શેરબજાર વધારા સાથે ખુલ્યું હતું. આજે સેન્સેક્સ 244 અને નિફ્ટી 65 અંકના વધારા સાથે ખૂલ્યા હતા. જોકે પછીથી વૈશ્વિક સંકેતોના પગલે સેન્સેક્સ 722 અંક અને નિફ્ટી 240 અંક ઘટ્યો હતો.

ONGC, NTPC, નેસ્લે સહિતના શેર ઘટ્યા
સેન્સેક્સ પર ONGC, NTPC, M&M, નેસ્લે, પાવર ગ્રીડ કોર્પ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ONGC 3.40 ટકા ઘટી 120.75 પર બંધ રહ્યો હતો. NTPC 3.11 ટકા ઘટી 113.60 પર બંધ રહ્યો હતો. જોકે HUL, બજાજ ઓટો, ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. HUL 2.95 ટકા વધી 2488.30 પર બંધ રહ્યો હતો. બજાજ ઓટો 2.75 ટકા વધી 4170.60 પર બંધ રહ્યો હતો.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, 17 જૂને વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 879.73 કરોડ રૂપિયા અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 45.24 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. ગુરુવારે સેન્સેક્સ 178 અંક ઘટી 52323 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 76 અંક ઘટી 15691 પર બંધ થયો હતો.

જાપાન અને હોંગકોંગનાં બજારમાં ઘટાડો

  • જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 89 પોઈન્ટ ઉપર 29104 પર કારોબાર કરી રહ્યો છે. ​​​​
  • ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 12 અંકના ઘટાડા સાથે 3513 પર છે.
  • હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 198 પોઈન્ટ પર 28704 પર કારોબાર કરી રહ્યો છે.​​​​​​
  • કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 33 અંકના વધારા સાથે 3268 પર આવી ગયો છે.
  • ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરીઝ ઈન્ડેક્સ 33 પોઈન્ટ પર 7634 પર પહોંચી ગયો છે.

અમેરિકાનાં બજાર ઘટાડા સાથે બંધ
ગુરુવારે અમેરિકાનાં બજાર ઘટાડા સાથે બંધ થયાં હતાં. ડાઉ જોન્સ 0.62 ટકા ઘટીને 210.22 અંક નીચે 33823.40 પર બંધ થયું હતું, જોકે નેસ્ડેક 0.87 ટકાના વધારા સાથે 121.67 અંક ઉપર 14161.30 પર બંધ થયું. S&P 500 ઈન્ડેક્સ 1.84 પોઈન્ટ નીચે 4221.86 પર બંધ થયુ હતું. બીજી તરફ ફ્રાન્સ અને જર્મનીનાં બજાર ઘટાડા સાથે બંધ થયાં.