તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Sensex Down 178 Points, Nifty Closes At 15691; Shares Of IndusInd Bank, Dr. Reddy Labs Fell

શેરબજાર:સેન્સેક્સ 178 અંક ઘટ્યો, નિફ્ટી 15691 પર બંધ; ઈન્ડસઈન્ડ બેન્ક, ડો.રેડ્ડી લેબ્સના શેર ઘટ્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટ્સ, TCS, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રાના શેર વધ્યા

ભારતીય શેરબજારો ગુરવારે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 178 અંક ઘટી 52323 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 76 અંક ઘટી 15691 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટ્સ, TCS, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. અલ્ટ્રાટેક સિમેન્ટ 1.86 ટકા વધીને 6708 પર બંધ રહ્યો હતો. એશિયન પેઈન્ટ્સ 1.36 ટકા વધીને 3060.00 પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, ડો.રેડ્ડી લેબ્સ, NTPC, મારૂતિ સુઝુકી, એક્સિસ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 2.91 ટકા ઘટીને 984.25 પર બંધ રહ્યો હતો. ડો.રેડ્ડી લેબ્સ 2.17 ટકા ઘટીને 5288.30 પર બંધ રહ્યાં હતા.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, 16 જૂને વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 870 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. એટલે કે ગઈકાલે જેટલા શેર ખરીદવામાં આવ્યા હતા, તેનાથી વધુ શેર વેચવામાં આવ્યા હતા. આ રીતે ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુદ્ધરૂપથી 874 કરોડ રૂપિયાના શેર વેચ્યાં હતા.

એશિયાઈ બજારોમાં મિશ્ર વલણ
જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયો. નિક્કેઈ 0.91 ટકા ઘટ્યો, જ્યારે કોસ્પીમાં 0.42 ટકાની નબળાઈ આવી. શંઘાઈ કમ્પોઝિટ 0.21 ટકા અને હેંગસેંગ 0.19 ટકા વધી બંધ થયો. ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડનરીઝમાં 0.43 ટકાનો ઘટાડો આવ્યો.

અમેરિકાના બજાર ઘટાડા સાથે બંધ
બુધવારે અમેરિકાના બજાર ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.77 ટકાના ઘટાડા સાથે 265.66 અંક ઘટી 34033.70 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.24 ટકાના ઘટાડા સાથે 33.17 અંક નીચે 14039.70 પર બંધ થયો. S&P 500 ઈન્ડેક્સ 22.89 અંક નીચે 4223.70 પર બંધ થયો હતો. બીજી તરફ ફ્રાન્સના બજાર વધારા અને જર્મનીના બજાર ઘટાડા સાથે બંધ થયા.