તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Sensex Up 265 Points, Nifty Surpasses 15880; Shares Of Asian Paints, IndusInd Bank Rose

શેરબજાર:સેન્સેક્સ 222 અંક વધ્યો, નિફ્ટી 15869 પર બંધ; એશિયન પેઈન્ટ્સ, એક્સિસ બેન્કના શેર વધ્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • બજાજ ફિનસર્વ, ડો.રેડ્ડી લેબ્સ, ટાઈટન કંપની, સન ફાર્મા, બજાજ ફાઈનાન્સના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના બીજા દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 222 અંક વધીને 52773 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 57 અંક વધીને 15869 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એશિયન પેઈન્ટ્સ, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, HUL, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એશિયન પેઈન્ટ્સ 3.18 ટકા વધીને 3041.85 પર બંધ રહ્યો હતો. એક્સિ બેન્ક 1.97 ટકા વધીને 750.75 પર બંધ રહ્યો હતો. જોકે બજાજ ફિનસર્વ, ડો.રેડ્ડી લેબ્સ, ટાઈટન કંપની, સન ફાર્મા, બજાજ ફાઈનાન્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. બજાજ ફિનસર્વ 1.11 ટકા ઘટીને 11799.05 પર બંધ રહ્યો હતો. ડો.રેડ્ડી લેબ્સ 0.82 ટકા ઘટીને 5414.90 પર બંધ રહ્યો હતો.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, 14 જૂને વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 503.51 કરોડ રૂપિયા અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 544.26 કરોડ રૂપિયાના શેર ખરીદયા હતા. સોમવારે સેન્સેક્સ 76 પોઈન્ટ ઉપર 52551 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 12 અંક ઉપર 15811 પર બંધ થયો હતો.

જાપાનના બજારમાં વધારો, હોંગકોંગમાં ઘટાડો
- જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 228 પોઈન્ટ ઉપર 29,390 પર કારોબાર કરી રહ્યો છે.
- ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 30 અંકના ઘટાડા સાથે 3559 પર છે.
- હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 334 પોઈન્ટ નીચે 28508 પર કારોબાર કરી રહ્યો છે.
- કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 1 અંકના ઘટાડા સાથે 3253 પર આવી ગયો છે.
- ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરીઝ ઈન્ડેક્સ 55 પોઈન્ટ ઉપર 7623 પર પહોંચ્યો છે.

અમેરિકાના બજાર ઉતાર-ચઢાવની સાથે બંધ
સોમવારે અમેરિકાના બજાર-ઉતાર ચઢાવની સાથે બંધ થયા હતા. ડોઉ જોન્સ 0.25 ટકાના ઘટાડા સાથે 85.85 અંક નીચે 34,393.80 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.74 ટકાના વધારા સાથે 104.72 અંક ઉપર 14174.10 પર બંધ થયો હતો. S&P 500 ઈન્ડેક્સ 12.23 પોઈન્ટ ઉપર 2,323.58 પર બંધ થયો હતો. બીજી તરફ ફ્રાન્સનું બજાર વધારા અને જર્મનીનું બજાર ઘટાડા સાથે બંધ થયું.