તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજાર:સેન્સેક્સ 359 અંક વધ્યો, નિફ્ટી 15737 પર બંધ; SBI, ઈન્ડસઈન્ડ બેન્કના શેર વધ્યા

મુંબઈ6 દિવસ પહેલા
  • બજાજ ઓટો, મારૂતિ સુઝુકી, HCL ટેક, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ કોર્પના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો ગુરુવારે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 359 અંક વધી 52300 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 102 અંક વધી 15737 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, SBI, ઈન્ડસઈન્ડ બેન્ક, ડો.રેડ્ડ લેબ્સ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. બજાજ ફાઈનાન્સ 7.29 ટકા વધી 6087.60 પર બંધ રહ્યો હતો. SBI 2.56 ટકા વધી 432.25 પર બંધ રહ્યો હતો. જોકે બજાજ ઓટો, મારૂતિ સુઝુકી, HCL ટેક, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ કોર્પ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. બજાજ ઓટો 0.91 ટકા ઘટી 4184.00 પર બંધ રહ્યો હતો. મારૂતિ સુઝુકી 0.56 ટકા ઘટી 7199.15 પર બંધ રહ્યો હતો.

FII અને DII ડેટા
NSE પર પ્રોવિઝનલ ડેટા મુજબ, 9 જૂને વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 846 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. એટલે કે તેમણે જેટલા રૂપિયાના શેર ખરીદયા, તેના કરતા વધુ શેર વેચ્યા. FIIથી વિપરીત ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુદ્ધરૂપથી 271 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.

એશિયાઈ બજારોમાં મજબૂતી
હોંગકોંગને છોડીને એશિયાના મહત્વના શેરબજારના બેન્ચાર્ક ઈન્ડેક્સમાં મજબૂતી છે. જાપાનનો નિક્કેઈ 0.36, કોરિયાનો કોસ્પી 0.26 ટકા, ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 0.54 ટકા વધ્યો છે. હોંગકોંગના હેંગસેંગમાં 0.13 ટકાનો ઘટાડો છે. ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરીઝ 0.49 ટકા વધીને બંધ થયો છે.

અમેરિકાના બજારોમાં નબળાઈ
બુધવારે અમેરિકાના બજારોમાં નબળાઈ રહી. S&P 500 ઈન્ડેક્સમાં 0.2 ટકાનો ઘટાડો આવ્યો. ડાઉ જોન્સ 0.4 ટકા નબળો થયો. જ્યારે નેસ્ડેકમાં 0.1 ટકાનો મામુલી ઘટાડો આવ્યો. યુરોપીય બજારોની સ્થિતિ મિશ્ર છે. ફ્રાન્સના CAC અને જર્મનીના DAXમાં ઘટાડો છે. બ્રિટનના FTSEમાં મજબૂતી આવી છે.