તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Indian Stock Markets Closed Flat On The Second Day Of The Week; Sensex Fell 3 Points, Nifty Closed At 15574

શેરબજાર:ભારતીય શેરબજારો સપ્તાહના બીજા દિવસે ફ્લેટ બંધ; સેન્સેક્સ 3 અંક ઘટ્યો, નિફ્ટી 15574 પર બંધ

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ONGC, બજાજ ફાઈનાન્સ, SBI, HDFC, બજાજ ઓટોના શેર વધ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના બીજા દિવસે ફલેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 3 અંક ઘટી 51934 પર બંધ રહ્યો હતો. જોકે નિફ્ટી 8 અંક ઘટી 15574 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ONGC, બજાજ ફાઈનાન્સ, SBI, HDFC, બજાજ ઓટો સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ONGC 3.52 ટકા વધીને 117.65 પર બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ 2.93 ટકા વધી 5786.10 પર બંધ રહ્યો હતો. જોકે ICICI બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટ્સ, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ICICI બેન્ક 1.80 ટકા ઘટીને 650.25 પર બંધ રહ્યો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ 1.63 ટકા ઘટીને 6600.75 પર બંધ રહ્યો હતો.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, 31 મેના રોજ ઘરેલુ અને વિદેશી સંસ્થાગત રોકાણકારો, બંનેએ શુદ્ધરૂપથી ખરીદી કરી. તેનો અર્થ એ થયો કે બંને રોકાણકાર વર્ગે જેટલા શેર વેચ્યા, તેનાથી વધુ શેરની ખરીદી કરી. વિદેશી સંસ્થાગત રોકાણકારે(FII) શુદ્ધરૂપથી 2412.39 કરોડ રૂપિયાના શેર ખરીદયા. તેની સરખામણીએ ઘરેલુ સંસ્થાગત રોકાણકાર(DII)ની શુદ્ધ ખરીદી 179.78 કરોડ રૂપિયાની રહી.

એશિયામાં માત્ર જાપાનનું શેરબજાર ઘટ્યું
જાપાનને છોડીને એશિયાના તમામ મહત્વના શેરબજારના બેન્ચમાર્ક ઈન્ડેક્સ મજબૂતાઈની સાથે બંધ થયા. જાપાનના નિક્કેઈ ઈન્ડેક્સમાં 0.16 ટકાનો ઘટાડો આવ્યો, જ્યારે ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરીઝ ઈન્ડેક્સ 0.20 ટકા નબળો થયો. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 0.26 ટકા મજબૂત થયો જ્યારે હોંગકોંગનો હેંગસેંગ 1.20 ટકા ઉછળ્યો. કોરિયાનો કોસ્પી 0.56 ટકા ઉછાળા સાથે બંધ થયો.

અમેરિકાના બજાર ઉતાર-ચઢાવ સાથે બંધ
સોમવારે અમેરિકાના બજાર ઉતાર-ચઢાવની સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.19 ટકાના વધારા સાથે 64.81 અંક ઉપર 34529.40 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.09 ટકાના ઘટાડા સાથે 12.46 અંક ઉપર 13748.70 પર બંધ થયો. S&P 500 ઈન્ડેક્સ 0.11 પોઈન્ટ નીચે 4,204.11 પર બંધ થયો હતો. બીજી તરફ ફ્રાન્સ અને જર્મનીના બજાર ઘટાડા સાથે બંધ થયા.