તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજાર:સેન્સેક્સ 183 અંક ઘટ્યો, નિફ્ટી 15689 પર બંધ; બજાજ ઓટો, TCSના શેર ઘટ્યા

મુંબઈ22 દિવસ પહેલા
  • ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ, NTPC, સનફાર્માના શેર વધ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 183 અંક ઘટી 52386 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 38 અંક ઘટી 15689 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર બજાજ ઓટો, TCS, HDFC બેન્ક, એક્સિસ બેન્ક, રિલાયન્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. બજાજ ઓટો 1.99 ટકા ઘટીને 3995.05 પર બંધ રહ્યો હતો. TCS 1.52 ટકા ઘટીને 3207.75 પર બંધ રહ્યો હતો. જોકે ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ, NTPC, સનફાર્મા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 4.16 ટકા વધીને 1239.20 પર બંધ રહ્યો હતો. બજાજ ફિનસર્વ 3.55 ટકા વધીને 12769.40 પર બંધ રહ્યો હતો.

ચીન અને જાપાનના બજારમાં પણ દબાણ
જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 457 પોઈન્ટ(1.63 ટકા) ઘટી 27660 પર કારોબાર કરી રહ્યો છે. આ જ રીતે શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 24 પોઈન્ટ નીચે 3501 પર કારોબાર કરી રહ્યો છે. જોકે હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 131 પોઈન્ટ વધી 27236 પર કારોબાર કરી રહ્યો છે.

અમેરિકાના શેરબજારમાં ઘટાડો
વોલ સ્ટ્રીટમાં અમેરિકાના આર્થિક સુધારાની ગતિને લઈને અનિશ્ચિતતાઓથી ઘટાડો જોવા મળ્યો. ડાઉ જોન્સ 259 અંક ઘટીને 34421 પર બંધ. નેસ્ડેક 105 અંક અને S&P 500 પણ 37 પોઈન્ટ ઘટીને બંધ થયો છે.

યુરોપના બજારોમાં પણ ઘટાડો
ફ્રાન્સનો CAC ઈન્ડેક્સ 130 પોઈન્ટ(2.01%) ઘટી 6396 પર બંધ થયો. જર્મનીનો DAX ઈન્ડેક્સ 272 પોઈન્ટ(1.73%) ઘટી 15420 અને બ્રિટનના FTSE ઈન્ડેક્સ 120 પોઈન્ટ(1.68%) નીચે આવીને 7030 પર બંધ થયો છે.

ગઈકાલે ઘરેલુ બજાર પણ ઘટાડા સાથે બંધ થયા હતા
ગુરુવારે સેન્સેક્સ 486 પોઈન્ટ(0.92%)ના ઘટાડા સાથે 52567 પોઈન્ટ પર બંધ થયો હતો. આ રીતે નિફ્ટી પણ 152 પોઈન્ટ(0.96%)ના નુકસાનની સાથે 15728 પર બંધ રહ્યો હતો. કારોબારી દિવસ દરમિયાન સેન્સેક્સમાં 675 પોઈન્ટ અને નિફ્ટીમાં 257 પોઈન્ટનો ઉતાર-ચઢાવ થયો હતો.