તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજાર:સેન્સેક્સ 19 અંક ઘટ્યો, નિફ્ટી 15818 પર બંધ; ટેક મહિન્દ્રા, TCSના શેર ઘટ્યા

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અલ્ટ્રાટેક સિમેન્ટ, HDFC બેન્ક, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રાના શેર વધ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના દિવસે ફ્લેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 19 અંક ઘટીને 52861 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 16 અંક ઘટીને 15818 પર બંધ રહ્યો હતો. આજના કારોબાર દરમિયાન સેન્સેક્સ 53129ના રેકોર્ડ હાઈ પર ગયો હતો. નિફ્ટી પણ ઓલ ટાઈમ હાઈ 15915ની નજીક પહોંચી ગયો હતો.

ટેક મહિન્દ્રા, TCS, મારૂતિ સુઝુકીના શેર ઘટ્યા
સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, TCS, મારૂતિ સુઝુકી, રિલાયન્સ, સન ફાર્મા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટેક મહિન્દ્રા 2.30 ટકા ઘટીને 1050.05 પર બંધ રહ્યો હતો. TCS 1.78 ટકા ઘટીને 3262.35 પર બંધ રહ્યો હતો. જોકે અલ્ટ્રાટેક સિમેન્ટ, HDFC બેન્ક, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. અલ્ટ્રાટેક સિમેન્ટ 3.22 ટકા વધીને 6935.30 પર બંધ રહ્યો હતો. HDFC બેન્ક 2.63 ટકા વધીને 1534.35 પર બંધ રહ્યો હતો.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ ડેટા મુજબ સોમવારે 5 જુલાઈ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 338 કરોડ રૂપિયાના શેર વેચ્યાં હતા. એટલે કે તેમણે જેટલા રૂપિયાના શેર ખરીદ્યા હતા, તેનાથી વધુના શેર વેચી દીધા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુદ્ધરૂપથી 645 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

એશિયામાં મિશ્ર કારોબાર
એશિયાના શેરબજારોમાં મિશ્ર વલણ છે. જાપાનના નિક્કેઈમાં લગભગ 0.3 ટકાની મજબૂતાઈ છે. ચીનના શંઘાઈ કમ્પોઝિટમાં લગભગ 0.50 ટકા નબળાઈ છે. હોંગકોંગના હેંગસેંગમાં લગભગ 0.70 ટકાનો ઘટાડો છે. કોરિયાના કોસ્પીમાં લગભગ 0.40 ટકાના વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડનરીમાં લગભગ 0.3 ટકાની નબળાઈ છે.

યુરોપીય બજારોમાં મજબૂતી રહી
સોમવારે યુરોપીય બજારોમાં મિશ્ર વલણ રહ્યું. બ્રિટનના FTSEમાં 0.58 ટકાનો ઉછાળો આવ્યો. જર્મનીના DAXમાં 0.08 ટકાની સામાન્ય મજબૂતાઈ રહી. CAC 0.22 ટકાના વધારા સાથે બંધ થયો. જોકે અમેરિકાનું શેરબજાર સ્વતંત્રતા દિવસના અવસરે બંધ રહ્યું હતું. શુક્રવારે ડાઉ જોન્સ 0.44 ટકા વધીને બંધ થયો હતો. જ્યારે નેસ્ડેકમાં 0.81 ટકાનો વધારો થયો હતો. S&P 500માં 0.75 ટકાની મજબૂતાઈ રહી હતી.