તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Sensex Rises 360 Points, Nifty Crosses 15800 Level; Shares Of Bajaj Auto, Maruti Suzuki Rose

શેરબજાર:સેન્સેક્સ 395 અંક વધ્યો, નિફ્ટી 15834 પર બંધ; SBI, ટાટા સ્ટીલના શેર વધ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • ટેક મહિન્દ્રા, ડો.રેડ્ડી લેબ્સ, HCL ટેક, ટાઈટન કંપની, ભારતી એરટેલના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 395 અંક વધીને 52880 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 112 અંક વધીને 15834 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર SBI, ટાટા સ્ટીલ, લાર્સન, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. SBI 1.92 ટકા વધીને 432.70 પર બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ 1.84 ટકા વધીને 1156.80 પર બંધ રહ્યો હતો. જોકે ટેક મહિન્દ્રા, ડો.રેડ્ડી લેબ્સ, HCL ટેક, ટાઈટન કંપની, ભારતી એરટેલ સહિતના ઘટીને બંધ રહ્યાં હતા. ટેક મહિન્દ્રા 1.34 ટકા ઘટી 1074.80 પર બંધ રહ્યો હતો. ડો.રેડ્ડી લેબ્સ 0.65 ટકા ઘટી 5537.90 પર બંધ રહ્યો હતો.

FII અને DII ડેટા
NSE પર પ્રોવિઝનલ ડેટા મુજબ, શુક્રવારે 2 જુલાઈએ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 982 કરોડ રૂપિયાના શેર વેચ્યાં હતા. એટલે કે જેટલા રૂપિયાના શેર ખરીદ્યા હતા, તેનાથી વધુ રૂપિયાના શેર વેચ્યાં હતા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુદ્ધરૂપથી 930 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

એશિયામાં મિશ્ર કારોબાર
એશિયાના મોટાભાગના શેરબજારોમાં મજબૂતાઈ છે. જાપાનના નિક્કેઈ ઈન્ડેક્સમાં લગભગ 0.50 ટકાની નબળાઈ છે. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ લગભગ 0.20 ટકા મજબૂત છે. હોંગકોંગના હેંગસેંગમાં લગભગ 0.3 ટકાનો ઘટાડો છે. કોરિયાના કોસ્પીમાં 0.40 ટકાની તેજી છે. ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરી લગભગ 0.1 ટકા ઉપર ચાલી રહ્યો છે.

અમેરિકાના બજારમાં મજબૂતી
શુક્રવારે અમેરિકાના બજારમાં સારી મજબૂતી રહી હતી. ડાઉ જોન્સ 0.44 ટકા વધી બંધ થયો હતો. નેસ્ડેકમાં 0.81 ટકાનો વધારો થયો. S&P 500માં 0.75 ટકાની મજબૂતાઈ રહી. જોકે યુરોપીય બજારોમાં મિશ્ર કારોબાર રહ્યો. બ્રિટનના FTSEમાં 0.03 ટકા અને જર્મનીના DAXમાં 0.02 ટકાનો સામાન્ય ઘટાડો આવ્યો. CACમાં 0.30 ટકાની મજબૂતાઈ આવી.