• Gujarati News
  • Business
  • Sensex Gains 1041 Points, Nifty Closes At 16929; Shares Of Bajaj Finance, Tata Steel Rose

શેરબજાર:સેન્સેક્સ 1041 અંક વધ્યો, નિફ્ટી 16929 પર બંધ; બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલના શેર વધ્યા

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 1041 અંક વધી 56857 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 288 અંક વધી 16929 પર બંધ રહ્યો હતો.

બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, કોટક મહિન્દ્રાના શેર વધ્યા
સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, કોટક મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. બજાજ ફિનસર્વ 10.68 ટકા વધી 7076.30 પર બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ 4.59 ટકા વધી 100.35 પર બંધ રહ્યો હતો. જોકે ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ડો.રેડ્ડી લેબ્સ, ITC, સન ફાર્મા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ભારતી એરટેલ 1.19 ટકા ઘટી 666.80 પર બંધ રહ્યો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ 0.99 ટકા ઘટી 6474.00 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...