તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજાર:સેન્સેક્સ 166 અંક વધ્યો, નિફ્ટી 15722 પર બંધ; ICICI બેન્ક, રિલાયન્સના શેર વધ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ કોર્પ, બજાજ ઓટો, એશિયન પેઈન્ટ્સ, સન ફાર્માના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે સપ્તાહના અંતિમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 166 અંક વધીને 52484 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 42 અંક વધી 15722 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ICICI બેન્ક, રિલાયન્સ, SBI, ટાઈટન કંપની, HDFC સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ICICI બેન્ક 1.53 ટકા વધીને 640.30 પર બંધ રહ્યો હતો. રિલાયન્સ 1.50 ટકા વધીને 2129.20 પર બંધ રહ્યો હતો. જોકે ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ કોર્પ, બજાજ ઓટો, એશિયન પેઈન્ટ્સ, સન ફાર્મા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 2.36 ટકા ઘટીને 1135.95 પર બંધ રહ્યો હતો. પાવર ગ્રીડ કોર્પ 1.23 ટકા ઘટીને 228.05 પર બંધ રહ્યો હતો.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, શુક્રવારે 1 જુલાઈએ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII) એ શુદ્ધરૂપથી 1245 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. એટલે કે જેટલા રૂપિયાના શેર ખરીદ્યા હતા, તેનાથી વધુના શેર વેચ્યા હતા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુદ્ધરૂપથી 880 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

એશિયાના બજારોમાં ઘટાડો
એશિયાના મોટાભાગના શેરબજારોમાં મહત્ત્વના સ્ટોક ઈન્ડેક્સમાં ઘટાડો રહ્યો. જાપાનના નિક્કેઈ ઈન્ડેક્સમાં 0.21 ટકાની મજબૂતાઈ આવી, જોકે ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 1.95 ટકા તૂટી ગયો. હોંગકોંગના હેંગસેંગમાં 2 ટકાનો ઘટાડો રહ્યો. કોરિયાના કોસ્પીમાં 0.01 ટકા મામલી નબળાઈ રહી. ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરી લગભગ 0.6 ટકા ઉપર બંધ થયો.

અમેરિકાના બજારોમાં મજબૂતી
ગુરુવારે અમેરિકાના બજાકોમાં મજબૂતી રહી. ડાઉ જોન્સ 0.38 ટકા વધીને બંધ રહ્યો હતો. નેસ્ડેકમાં 0.13 ટકાનો વધારો થયો. S&P 500માં 0.52 ટકાની મજબૂતી રહી. યુરોપીય બજારોમાં પણ તેજી રહી. બ્રિટનના FTSEમાં 1.25 ટકા, જર્મનીના DAXમાં 0.71 ટકા અને CACમાં 0.47 ટકાની મજબૂતી આવી.