શેરબજાર:સેન્સેક્સ 587 અંક ઘટ્યો, નિફ્ટી 15752 પર બંધ; HDFC બેન્ક, મારૂતિ સુઝુકીના શેર ઘટ્યા

મુંબઈએક વર્ષ પહેલા
  • NTPC, નેસ્લે, ડો.રેડ્ડી લેબ્સ, સન ફાર્માના શેર વધ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 587 અંક ઘટીને 52553 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 171 અંક ઘટી 15752 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર HDFC બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, HDFC, એક્સિસ બેન્ક, મારૂતિ સુઝુકી સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. HDFC બેન્ક 3.34 ટકા ઘટીને 1470.95 પર બંધ રહ્યો હતો. જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક 2.78 ટકા ઘટીને 1015.55 પર બંધ રહ્યો હતો. જોકે NTPC, નેસ્લે, ડો.રેડ્ડી લેબ્સ, સન ફાર્મા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. NTPC 1.89 ટકા વધી 121.35 પર બંધ રહ્યો હતો. નેસ્લે 0.59 ટકા વધી 17754.00 પર બંધ રહ્યો હતો.

એશિયાઈ બજારોમાં વેચવાલી
આજે એશિયાઈ બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 1.29 ટકા નબળો થયો. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ યથાવત રહ્યો. હોંગકોંગનો હેંગસેંગ 2.23 ટકા ઘટીને બંધ થયો. કોરિયાના કોસ્પીમાં 1 ટકા ઘટાડો આવ્યો. ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડનરીમાં લગભગ 0.93 ટકા નબળાઈ રહી.

અમેરિકાના બજારો ઘટ્યા
શુક્રવારે અમેરિકાના બજારોમાં ભારે ઘટાડો આવ્યો છે. ડાઉ જોન્સ 0.86 ટકા ઘટાડા સાથે બંધ થયો. નેસ્ડેક 0.80 ટકા નુકસાન સાથે બંધ થયો. S&P 500માં 0.75 ટકાનો ઘટાડો આવ્યો.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, શુક્રવારે 16 જુલાઈએ વિદેશી સંસ્થાગત રોકાણ કારો(FII)એ શુદ્ધરૂપથી 466.3 કરોડ રૂપિયાના શેર વેચ્યા. એટલે કે જેટલા રૂપિયાના શેર ખરીદ્યા, તેનાથી વધુ રૂપિયાના શેર વેચ્યા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુક્રવારે શુદ્ધરૂપથી 666.07 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.