શેરબજાર:સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ અને નિફ્ટીનું ફ્લેટ ઓપનિંગ, ટેક મહિન્દ્રા, HCL ટેકના શેર ઘટ્યા

મુંબઈએક વર્ષ પહેલા
  • ITC, સન ફાર્મા, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર વધ્યા

ભારતીય શેરબજારોનું સપ્તાહના અંતિમ દિવસ ફ્લેટ ઓપનિંગ થયું છે. સવારે 10.20 કલાકે સેન્સેક્સ 25 અંક ઘટી 53133 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 6 અંક ઘટી 15933 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, HCL ટેક, ઈન્ફોસિસ, ICICI બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટેક મહિન્દ્રા 1.83 ટકા ઘટી 1091.85 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે HCL ટેક 1.62 ટકા ઘટી 1023.15 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ITC, સન ફાર્મા, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. ITC 1.12 ટકા વધી 208.50 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે સન ફાર્મા 1.05 ટકા વધી 690.65 પર કારોબાર કરી રહ્યો છે.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, ગુરુવારે 15 જુલાઈએ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 264.77 કરોડ રૂપિયાના શેર વેચ્યા. એટલે કે જેટલા રૂપિયાના શેર ખરીદ્યા, તેનાથી વધુ રૂપિયાના શેર વેચ્યા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ ગઈકાલે શુદ્ધરૂપથી 439.41 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

એશિયાઈ બજારોમાં નબળાઈ
એશિયાના બજારોમાં નબળાઈ છે. જાપાનના નિક્કેઈમાં એક ટકાથી વધુનો ઘટાડો છે. ચીનના શંઘાઈ કમ્પોઝિટમાં લગભગ 0.2 ટકાની નબળાઈ છે. કોરિયાનો કોસ્પી લગભગ 0.60 ટકા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડનરીમાં 0.1 ટકાથી ઓછાનો ઘટાડો.