શેરબજાર:સેન્સેક્સ 98 અંક ઘટ્યો, નિફ્ટી 15938 પર બંધ; એક્સિસ બેન્ક, એચસીએલ ટેકના શેર ઘટ્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સન ફર્મા, ડો.રેડ્ડી લેબ્સ, કોટક મહિન્દ્રા, મારૂતિ સુઝુકી, ટાઈટન કંપનીના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે સપ્તાહના અંતિમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 98 અંક ઘટી 53416 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 28 અંક ઘટી 15938 પર બંધ રહ્યો હતો.

એક્સિસ બેન્ક, એચસીએલ ટેક, SBIના શેર ઘટ્યા
સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, એચસીએલ ટેક, એસબીઆઈ, ટેક મહિન્દ્રા, ટીસીએસ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એક્સિસ બેન્ક 1.74 ટકા ઘટી 668.05 પર બંધ રહ્યો હતો. એચસીએલ ટેક 1.53 ટકા ઘટી 903.70 પર બંધ રહ્યો હતો. જોકે સન ફર્મા, ડો.રેડ્ડી લેબ્સ, કોટક મહિન્દ્રા, મારૂતિ સુઝુકી, ટાઈટન કંપની સહિતના શેર વધીને બંધ રહ્યા હતા. સન ફાર્મા 2.28 ટકા વધી 880.15 પર બંધ રહ્યો હતો. ડો.રેડ્ડી લેબ્સ 1.73 ટકા વધી 4581.20 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...