• Gujarati News
  • Business
  • Sensex Down 373 Points, Nifty Closes At 15966; Shares Of IndusInd Bank, Bharti Airtel Fell

શેરબજાર:સેન્સેક્સ 372 અંક ઘટ્યો, નિફ્ટી 15966 પર બંધ; ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલના શેર ઘટ્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • HUL, એશિયન પેઈન્ટ્સ, કોટક મહિન્દ્રા, સન ફાર્મા, એનટીપીસીના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 372 અંક ઘટી 53514 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 92 અંક ઘટી 15966 પર બંધ રહ્યો હતો.

HUL, એશિયન પેઈન્ટ્સ, કોટક મહિન્દ્રાના શેર વધ્યા
સેન્સેક્સ પર HUL, એશિયન પેઈન્ટ્સ, કોટક મહિન્દ્રા, સન ફાર્મા, એનટીપીસી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એચયુએલ 1.97 ટકા વધી 2497.55 પર બંધ રહ્યો હતો. એશિયન પેઈન્ટ્સ 1.70 ટકા વધી 2941.40 પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ, એચડીએફસી, એચડીએફસી બેન્ક, રિલાયન્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 3.42 ટકા ઘટી 817.75 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 2.87 ટકા ઘટી 643.45 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...