તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજાર:સેન્સેક્સ 397 અંક વધ્યો, નિફ્ટી 15812 પર બંધ; સન ફાર્મા, NTPCના શેર વધ્યા

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • HCL ટેક, ડો.રેડ્ડી લેબ્સ, મારૂતિ સુઝુકી, ટેક મહિન્દ્રા, HULન શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 397 અંક વધીને 52769 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 120 અંક વધીને 15812 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર આઈસીઆઈસીઆઈ બેન્ક, HDFC, એક્સિસ બેન્ક, સન ફાર્મા, NTPC સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. આઈસીઆઈસીઆઈ બેન્ક 2.83 ટકા વધીને 664.60 પર બંધ રહ્યો હતો. એચડીએફસી 2.67 ટકા વધીને 2544.20 પર બંધ રહ્યો હતો. જોકે HCL ટેક, ડો.રેડ્ડી લેબ્સ, મારૂતિ સુઝુકી, ટેક મહિન્દ્રા, HUL સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. HCL ટેક 1.01 ટકા ઘટીને 969.20 પર બંધ રહ્યો હતો. ડો.રેડ્ડી લેબ્સ 0.90 ટકા ઘટીને 5440.00 પર બંધ રહ્યો હતો.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ ડેટા મુજબ, સોમવારે 12 જુલાઈએ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 745.97 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. એટલે જેટલા રૂપિયાના શેર ખરીદ્યા, તેના કરત વધુની કિંમતના શેર વેચ્યા હતા.
ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ ગઈકાલે શુદ્ધરૂપથી 447.42 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. આ મહિનામાં અત્યાર સુધીમાં તેમણે 2,350 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. FIIએ શુદ્ધરૂપથી 745.97 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે.

એશિયાઈ બજારોમાં મજબૂત શરૂઆત
એશિયાઈ બજાર મજબૂતી સાથે બંધ થયા. હોંગકોંગના હેંગસેંગમાં 1.60 ટકા ઉછાળો આવ્યો. કોરિયાનો કોસ્પી 0.77 ટકા ઉપર રહ્યો. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 0.53 ટકા વધીને બંધ થયો. જાપાનના નિક્કેઈમાં 0.46 ટકાની મજબૂતાઈ આવી. ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડનરીમાં 0.10 ટકાની તેજી રહી.

મજબૂત બંધ થયા હતા અમેરિકાના બજાર
સોમવારે પણ અમેરિકાના બજારોમાં સારો ઉછાળો આવ્યો. ડાઉ જોન્સ 0.36 ટકા વધી બંધ થયો હતો. નેસ્ડેકમાં 0.21 ટકાની તેજી આવી હતી. S&P 500 પણ 0.35 ટકાની મજબૂતાઈ સાથે બંધ થયો હતો.

યુરોપમાં મિશ્ર કારોબાર
યુરોપીય શેરબજારોમાં બ્રિટનનો FTSE ઈન્ડેક્સ લગભગ અડધો ટકા ઉપર ટ્રેડ કરી રહ્યો છે. ફ્રાન્સના CACમાં લગભગ 0.20 ટકા અને જર્મનીના મહત્ત્વના ઈન્ડેક્સમાં લગભગ 0.10 ટકા નબળાઈ છે.