તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજાર:સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ અને નિફ્ટીનું ફ્લેટ ક્લોઝિંગ, ભારતી એરટેલ, ટાટ સ્ટીલના શેર ઘટ્યા

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અલ્ટ્રાટેક સિમેન્ટ, ICICI બેન્ક, SBI, એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્કના શેર વધ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે ફ્લેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 14 અંક ઘટીને 52372 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 3 અંક વધીને 15692 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ભારતી એરટેલ, ટાટ સ્ટીલ, HDFC બેન્ક, ઈન્ફોસિસ, બજાજ ઓટો સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ભારત એરટેલ 1.18 ટકા ઘટીને 529.65 પર બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ 1.00 ટકા ઘટીને 1226.85 પર બંધ રહ્યો હતો. જોકે અલ્ટ્રાટેક સિમેન્ટ, ICICI બેન્ક, SBI, એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. અલ્ટ્રાટેક સિમેન્ટ 2.84 ટકા વધીને 7093.50 પર બંધ રહ્યો હતો. ICICI બેન્ક 1.20 ટકા વધીને 646.30 પર બંધ રહ્યો હતો.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, શુક્રવારે 9 જુલાઈએ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 1124 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. એટલે કે તેમણે જેટલા રૂપિયાના શેર ખરીદ્યા, તેનાથી વધુ રૂપિયાના શેર વેચ્યા હતા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુદ્ધરૂપથી 106 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

એશિયાઈ બજારોમાં ઉછાળો
એશિયાઈ બજારો મજબૂતીની સાથે બંધ થયા હતા. જાપાનનો નિક્કેઈ 2.2 ટકા પર બંધ થયો. ચીનના શંઘાઈ કમ્પોઝિટમાં 0.67%ની મજબૂતાઈ આવી. હોંગકોંગના હેંગસેંગમાં 0.65 ટકાની તેજી રહી. કોરિયાનો કોસ્પી 0.89 ટકા વધીને બંધ થયો. ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડનરીમાં 0.79 ટકાની મજબૂતાઈ રહી.

યુરોપીય શેરબજારોમાં નબળાઈ
ફ્રાન્સના CACમાં લગભગ 0.40 ટકાની નબળાઈ છે. જર્મનીના DAX ઈન્ડેક્સમાં 0.20 ટકાનો ઘટાડો છે. બ્રિટનના FTSE ઈન્ડેક્સમાં 0.60 ટકાની તેજી આવી.

અમેરિકાના શેરબજારોમાં રહી હતી તેજી
શુક્રવારે અમેરિકાના બજારોમાં મોટો ઉછાળો આવ્યો હતો. ડાઉ જોન્સ 1.30 ટકા વધીને બંધ થયો હતો. નેસ્ડેકમાં 0.98 ટકાની તેજી આવી હતી. S&P 500 પણ 1.13% પોઈન્ટ મજબૂતાઈની સાથે બંધ થયો હતો.