• Home
  • Business
  • Sensex rises 162 points, Nifty crosses 10300 level; Shares of Axis Bank, HDFC rose

શેરબજાર / સેન્સેક્સ 498 અંક વધ્યો, નિફ્ટી 10430 પર બંધ; એક્સિસ બેન્ક, એચડીએફસીના શેર વધ્યા

X

  • એક્સિસ બેન્ક, એચડીએફસી, બજાજ ફાઈનાન્સ, આઈટીસીના શેર વધ્યા
  • એનટીપી, નેસ્લે, એમએન્ડએમ, લાર્સન, ઓએનજીસીના શેર ઘટ્યા

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 07:26 PM IST

મુંબઈ. ભારતીય શેરબજાર આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 498 અંક વધીને 35414 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 127 અંક વધીને 10430 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, એચડીએફસી, બજાજ ફાઈનાન્સ, આઈટીસી, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એક્સિસ બેન્ક 6.58 ટકા વધીને 433.25 પર બંધ રહ્યો હતો. એચડીએફસી 4.59 ટકા વધીને 1835.25 પર બંધ રહ્યો હતો. જોકે એનટીપી, નેસ્લે, એમએન્ડએમ, લાર્સન અને ઓએનજીસી સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એનટીપીસી 2.40 ટકા ઘટીને 93.5 પર બંધ રહ્યો હતો. નેસ્લે 2.23 ટકા ઘટીને 16,795.00 પર બંધ રહ્યો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી