તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Sensex Rises 315 Points, Nifty Crosses 14200 Level; Shares Of Sun Pharma, Infosys Rise

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 689 અંક વધ્યો, નિફ્ટી 14347 પર બંધ; મારૂતિ સુઝુકી, ટેક મહિન્દ્રાના શેર વધ્યા

મુંબઈ18 દિવસ પહેલા
 • મારૂતિ સુઝુકી, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ કોર્પના શેર વધ્યા
 • ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ, SBI, ITC, HDFCના શેર ઘટ્યા

સપ્તાહના અંતિમ દિવસે માર્કેટમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 689 અંક વધીને 48782 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 209 અંક વધીને 14347 પર બંધ થયો હતો. સેન્સેક્સ પર મારૂતિ સુઝુકી, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ કોર્પ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. મારૂતિ સુઝુકી 5.94 ટકા વધીને 8015.95 પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા 5.64 ટકા વધીને 1050.95 પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ, SBI, ITC, HDFC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 1.37 ટકા ઘટીને 939.05 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 0.93 ટકા ઘટીને 540.25 પર બંધ રહ્યો હતો.

બજારમાં તેજીનું મોટુ કારણ

 • વિશ્વભરના પ્રમુખ શેરબજારોમાં તેજી, જેમાં અમેરિકા, યુરોપ અને એશિયાના માર્કેટ સામેલ છે.
 • બજારમાં વિદેશી રોકાણકારોનું ભારે રોકાણ સતત ચાલુ છે. 7 જાન્યુઆરી સુધી વિદેશી રોકાણકારો(FII)એ કુલ 4017 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા.
 • છેલ્લા બે દિવસથી સતત ઘટાડા પછી બજાર રિકવર કરી રહ્યું છે.
 • ઘરેલું શેરમાર્કેટમાં પ્રુમખ શેરમાં તેજી છે. તેનાથી બજારની તેજીને સપોર્ટ મળી રહ્યો છે.

વૈશ્વિક બજારોમાં તેજી
અમેરિકાના બજારોમાં રેકોર્ડ તેજીના પગલે આજે એશિયાઈ બજારોમાં પણ તેજી છે. દક્ષિણ કોરિયાનો કોપ્સી 2.75 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ 1.25 ટકા અને જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 1.75 ટકા પર કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. જ્યારે ગુરુવારે અમેરિકાના બજારોમાં નેસ્ડેક ઈન્ડેક્સ 2.56 ટકા અને S&P 500 ઈન્ડેક્સ 1.48 ટકા ઉપર બંધ થયો હતો. આ સિવાય યુરોપના બજારોમાં પણ વધારો નોંધાયો હતો.

ગુરુવારે માર્કેટ સતત બીજા દિવસે ઘટીને બંધ રહ્યું હતું
ગઈકાલે સેન્સેક્સ દિવસના ઉચ્ચતમ સ્તરથી 465.02 અંક ઘટી 48,093.32 પર બંધ થયો હતો. નિફ્ટી ઈન્ડેક્સ પણ 8.90 અંક ઘટી 14137.35 પર બંધ થયો હતો. ઈન્ડેક્સમાં નેસ્લે ઈન્ડિયાનો શેર ટોપ લૂઝર રહ્યો. શેર 2.04 ટકા ઘટી 18137 પર બંધ થયો હતો. ઓવરઓલ માર્કેટમાં રોકાણકારોએ ગુરુવારે બ્રોડર માર્કેટ એટલે કે મિડકેપ અને સ્મોલ કેપ શેરમાં ખરીદી કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser