તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતીય શેરબજારોમાં આજે પ્રારંભિક વધારા બાદ દિવસના અંતે ફલેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 25 અંક ઘટીને 49492 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 14 અંક વધી 14564 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર M&M, SBI, ITC, NTPC, ભારતી એરટેલ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. M&M 6.24 ટકા વધીને 828.65 પર બંધ રહ્યો હતો. SBI 4.80 ટકા વધીને 306.70 પર બંધ રહ્યો હતો. જોકે બજાજ ફાઈનાન્સ, HDFC, બજાજ ફિનસર્વ, ટાઈટન કંપની, સન ફાર્મા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. બજાજ ફાઈનાન્સ 2.85 ટકા ઘટીને 4899.50 પર બંધ રહ્યો હતો. HDFC 2.76 ટકા ઘટીને 2670.25 પર બંધ રહ્યો હતો.
સરકારી બેન્કોના શેરમાં જોરદાર ખરીદી
NSE પર નિફ્ટી ઈન્ડેક્સ 67.45 અંક વધી 14630.90 પર કારોબાર કરી રહ્યો છે. આ જ રીતે ઓટો, મેટલ અને રિયલ્ટી ઈન્ડેક્સમાં 1-1 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. આ સિવાય PSU બેન્ક ઈન્ડેક્સમાં 2 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. બીજી તરફ, FMCG, ફાર્મા અને IT ઈન્ડેક્સ સામાન્ય ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.
વૈશ્વિક બજારોમાં ફલેટ કારોબાર
કોરોના વેક્સિનને લઈને સતત પોઝિટિવ સમાચારોની વચ્ચે વૈશ્વિક બજારોમાં ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે. બુધવારે એશિયાઈ બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 0.50 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. જોકે હેંગસેંગ, નિક્કેઈ અને શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ ફ્લેટ કારોબાર કરી રહ્યો છે. ગઈકાલે અમેરિકાનાં બજારોમાં સુસ્તી રહી હતી. નેસ્ડેક ઈન્ડેક્સ 0.28 ટકા વધી બંધ રહ્યો હતો, જ્યારે યુરોપનાં બજારોમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો.
ગઈકાલે રેકોર્ડ સ્તરે બંધ થયા હતા ઘરેલું શેરબજાર
ગઈકાલે સેન્સેક્સ 249.79 અંક વધી 49,517.11 પર બંધ થયો હતો. મંગળવારે બજારની તેજીમાં બેન્કિંગ અને ઓટો શેર સૌથી આગળ રહ્યા હતા. તેમાં સૌથી વધુ ખરીદી સરકારી બેન્કોના શેરોમાં નોંધાઈ હતી. આ રીતે નિફ્ટી ઈન્ડેક્સ પણ 78.70 અંક વધી 14,563.45 પર બંધ થયો હતો. તેમાં ટાટા મોટર્સના શેર 8 ટકા વધી બંધ થયો હતો. NSDLના જણાવ્યા મુજબ, 2021માં ઈક્વિટી માર્કેટમાં 12 જાન્યુઆરી સુધીમાં વિદેશી રોકાણકારોએ કુલ 13771 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.