તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતીય શેરબજારમાં તેજીનો આખલો ભૂંરાટો બન્યો છે. 2021ની શરૂઆતમાં 4 જાન્યુઆરીએ 48000 પોઇન્ટ અને સપ્તાહના પહેલા દિવસે વધુ 487 પોઇન્ટના સુધારા સાથે 49000 પોઇન્ટની સપાટી કુદાવી 49269.32 પોઇન્ટની ઓલટાઇમ હાઇ દર્શાવી છે. જ્યારે નિફ્ટી 137.50 પોઇન્ટ વધી 14484.75 પોઇન્ટ બંધ રહ્યો છે. માર્કેટની તેજીમાં છેલ્લા ત્રણ માસમાં જ સેન્સેક્સ 6000 પોઇન્ટ ઉછળ્યો છે. જ્યારે 24 માર્ચ 2020ની 25639 પોઇન્ટની બોટમથી 92 ટકા સુધર્યો છે. વિદેશી રોકાણકારોની જે ગતિએ ખરીદી જળવાઈ રહી છે તેને ધ્યાનમાં લેતા માર્કેટ આગામી ટૂંકાગાળામાં 50000 પોઇન્ટની સપાટી સર કરશે. માર્કેટ કેપ 196.57 લાખ કરોડની ઓલટાઇમ હાઇ સપાટી પર પહોંચ્યું છે.
ભારે વિદેશી રોકાણ
જાન્યુઆરીમાં અત્યારસુધીમાં વિદેશી રોકાણકારોએ શુદ્ધ રૂપથી 4,819 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. જોકે પ્રોવિઝનલ આંકડાઓમાં આ 9264 કરોડ રૂપિયા છે. શુક્રવારે જ 6 હજાર કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું હતું. ગત વર્ષે ડિસેમ્બરમાં 62 હજાર કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. એમાંથી એકથી 15 ડિસેમ્બરની વચ્ચે 41,898 કરોડ રૂપિયા, જ્યારે 16થી 31 ડિસેમ્બરની વચ્ચે 20,118 કરોડ રૂપિયાનું રોકાણ થયું. 2020માં FIIનું ઈક્વિટીમાં કુલ રોકાણ 1.60 લાખ કરોડ રૂપિયા રહ્યું છે.
વૈશ્વિક બજારોમાં તેજી
અમેરિકામાં નવા રાહત પેકેજની જાહેરાતથી શુક્રવારે વિશ્વના શેર માર્કેટમાં તેજી નોંધાઈ હતી. એમાં દક્ષિણ કોરિયાનો કોપ્સી 3.97 ટકા પર બંધ થયો હતો. હોંગકોંગનો હેંગસેંગ 1.20 અને જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 2.36 ટકા પર બંધ થયા હતા. બીજી તરફ, ચીનના શંઘાઈ કમ્પોઝિટમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અમેરિકાનાં બજારોમાં નેસ્ડેક ઈન્ડેક્સ 1.03 ટકા અને S&P 500 ઈન્ડેક્સ 0.55 ટકા પર બંધ થયો હતો. આ સિવાય યુરોપનાં શેરબજારોમાં પણ વધારો નોંધાયો હતો.
GST કલેક્શન ઓલટાઇમ હાઇ સપાટી પર પહોંચ્યું
કોરોના મહામારીને ડામવામાં વિશ્વમાં ભારતની ઉત્કૃષ્ઠ કામગીરી રહેવા સાથે ડબલ્યુટીઓમાં પણ ભારતના વખાણ થયા છે એટલું જ નહિં કોરોના વેક્સીન આપવાની શરૂઆત થવા સાથે તમામ સેક્ટરમાં પોઝિટીવ ગ્રોથ જોવા મળતા જીએસટી કલેક્શન ઓલટાઇમ હાઇ સપાટી પર પહોંચ્યું છે. જે ગતીએ ભારતીય અર્થતંત્ર આગળ વધી રહ્યું છે તેને ધ્યાનમાં લેતા વિદેશી રોકાણકારોનો ઉત્સાહ સતત વધી રહ્યો છે. આજે વધુ 3138.90 કરોડની વિદેશી રોકાણકારોની ખરીદી સાથે ભારતીય રોકાણકારોએ 2610.13 કરોડ પાછા ખેંચ્યા હતા.
ગ્રોથને 5 પોઈન્ટમાં સમજો
1. કોરોના સમયમાં સેન્સેક્સ 92 ટકા વધ્યો હતો
23 માર્ચના જંગી ઘટાડા બાદ સેન્સેક્સ 25,981.24 પર બંધ હતો જે 11 જાન્યુ.ના 49,260 પર પહોંચી ગયો છે.
2. 12 મહિના પહેલાં બજારમાં લક્ષ્ય નજીક પહોંચ્યું હતું
મોર્ગન સ્ટેનલી સહિત દુનિયાની તમામ રેટિંગ એજન્સીઓ ડિસે.2021 સુધી શેરબજારમાં 50 હજાર સુધી પહોંચવાનું અનુમાન કર્યું હતું.
3. માર્કેટકેપ 56 મહિના પછી 100 લાખ કરોડ વધ્યું
બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ જૂન 2016માં 96 લાખ કરોડ હતું જે જાન્યુઆરી 2021માં 196 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે.
4. લૉકડાઉન પછી સતત વૃદ્ધિથી 95 લાખ કરોડનો વધારો
23 માર્ચ 2020ના માર્કેટ કેપ 14 લાખ કરોડ ઘટી 101 લાખ કરોડ રહ્યું હતું. જો કે ત્યારબાદ સતત વધીને અત્યારે 95 લાખ કરોડ સુધી વધી ચૂક્યું છે.
5. 70000 કરોડ વધુ વિદેશી રોકાણ
શેરબજારમાં 2020માં એફઆઈઆઈએ 23 અબજ ડૉલરનું રોકાણ કર્યું છે જે ગત વર્ષની તુલનામાં 70 હજાર કરોડ વધુ છે. એટલું જ નહીં 2021 વર્ષની શરૂઅાતના એક સપ્તાહમાં 6000 કરોડથી વધુ રોકાણ આવી ચૂક્યું છે.
TCSનાં મજબૂત ત્રિમાસિક પરિણામોને કારણે બજારમાં રેકોર્ડ તેજી છે. TCS પણ 1.60 ટકા પર કારોબાર કરી રહ્યો છે. તેજીને પગલે BSEમાં લિસ્ટેડ કંપનીઓની ટોટલ માર્કેટ કેપ 196.93 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.