તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Sensex Rises 120 Points, Nifty Crosses 15000 Level; Shares Of Titan Company, ONGC Rose

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 20 અંક ઘટ્યો, નિફ્ટી 15109 પર બંધ; એશિયન પેઈન્ટ્સ, ONGCના શેર વધ્યા

મુંબઈ19 દિવસ પહેલા
  • M&M, ITC, સન ફાર્મા, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના બીજા દિવસે ફ્લેટ બંધ થયા હતા. સેન્સેક્સ 20 અંક ઘટીને 51329 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 7 અંક ઘટીને 15109 પર બંધ થયો હતો. સેન્સેક્સ પર એશિયન પેઈન્ટ્સ, ONGC, ટાઈટન કંપની, એક્સિસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એશિયન પેઈન્ટ્સ 3.70 ટકા વધીને 2507.10 પર બંધ રહ્યો હતો. ONGC 1.30 ટકા વધીને 101.00 પર બંધ થયો હતો. જોકે M&M, ITC, સન ફાર્મા, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. M&M 3.62 ટકા ઘટીને 894.60 પર બંધ રહ્યો હતો. ITC 1.76 ટકા ઘટીને 229.00 પર બંધ રહ્યો હતો.

એશિયાઈ બજારોમાં સુસ્તી, જોકે અમેરિકાના બજાર રેકોર્ડ સ્તર પર પહોંચ્યો
આજે જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ, હોન્ગકોન્ગનો હેંગસેંગ અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ સપાટ કારોબાર કરી રહ્યો છે. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 1.22 ટકા વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. જોકે કાલે અમેરિકાના બજાર રેકોર્ડ સ્તરે બંધ થયા હતા. મજબૂત આર્થિક રિકવરી, વધતા પેકેજ અને કોરોના વેક્સિનનું ઝડપથી વિતરણની અસર રહી. ડાઉ જોન્સ 237 અંક વધી 31385 પર, નેસ્ડેક ઈન્ડેક્સ 131 અંકના વધારા સાથે 13987 પર અને S&P 500 ઈન્ડેક્સ 28 અંક વધી 3,915 પર બંધ થયો હતો. આ જ રીતે યુરોપના બજારોમાં પણ વધારો રહ્યો હતો.

બજારમાં ચાલુ રેકોર્ડ વધારો
સોમવારે બજારમાં સતત છઠ્ઠા દિવસે વધારો રહ્યો હતો. સેન્સેક્સ 617 અંકના વધારા સાથે 51348.77 પર અને નિફ્ટી 191 અંક વધી 15115.80 પર બંધ થયો હતો. NSEના પ્રોવિઝનલ ડેટા મુજબ 8 ફેબ્રુઆરીએ વિદેશી સંસ્થાગત રોકાણકારોએ(FII) 1876.6 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. કંપનીને 2777.6 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો