તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Sensex Rises 1280 Points, Nifty Surpasses 14600; Shares Of HDFC Bank, Bajaj Finance Rose

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટથી શેર સવા શેર થયા:સેન્સેક્સ 1197 અંક વધ્યો, નિફ્ટી 14648 પર બંધ; SBI, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર વધ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • બજાજ ફિનસર્વ, ટાઈટન કંપની, HUL, હીરો મોટોકોર્પ, SBI લાઈફ ઈન્શ્યોરન્સના શેર

બજેટના પછી બજારમાં રેકોડ તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 50 હજારને પાર કર્યા પછી દિવસના અંતે 1197 અંક વધી 49798 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 367 અંક વધી 14648 પર બંધ થયો હતો. અગાઉ ઈન્ડેક્સ 21 જાન્યુઆરીએ 50,184ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. બજારની તેજીમાં ઓટો અને બેન્કિંગ શેર સૌથી આગળ છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સમાં પણ 1509 અંકના વધારા સાથે 34,598.90 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર SBI, અલ્ટ્રાટેક સિમેન્ટ, HDFC બેન્ક, લાર્સન, ભારતી એરટલે સહિતના શેર વધીને બંધ થયા હતા. SBI 7.10 ટકા વધીને 333.20 પર બંધ થયો હતો. અલ્ટ્રાટેકસિમેન્ટ 6.70 ટકા વધીને 6,126.95 પર બંધ થયો હતો. જોકે બજાજ ફિનસર્વ, ટાઈટન કંપની, HUL, હીરો મોટોકોર્પ, SBI લાઈફ ઈન્શ્યોરન્સ સહિતના શેર ઘટીને બંધ થયા હતા. બજાજ ફિનસર્વ 2.34 ટકા ઘટીને 9473.00 પર બંધ થયો હતો. ટાઈટન કંપની 1.08 ટકા ઘટીને 1485.85 પર બંધ થયો હતો.

બજારમાં વધારાના મહત્વના કારણો

  • 2021-22નું બજેટઃ મોટાભાગના માર્કેટ એનાલિસ્ટ માની રહ્યાં છે કે ઓવરઓલ બજેટ બજાર માટે પોઝિટિવ છે. કારણ કે તેમાં કોઈ નવો ટેક્સ લગાવવામાં આવ્યો નથી. આ સિવાય કોરોના સેસની વાત પણ નથી. જેના કારણે બજાર સતત 6 કારોબારી દિવસથી ઘટી રહ્યું હતું.
  • વૈશ્વિક બજારોમાં વધારોઃ ઘરેલુ બજારોને વૈશ્વિક બજારોમાં વધારાનો પણ સપોર્ટ મળ્યો છે. તેમાં ચીન, જાપાન, કોરિયા સહિત યુરોપિયન અને અમેરિકાના શેરબજાર પણ સામેલ છે. આ સિવાય અમેરિકામાં નવા કોરોના રાહત પેકેજની પણ પોઝિટિવ અસર પડી છે.
  • મજબૂત ઘરેલુ સંકેતઃ બજારમાં અગ્રણી શેરોએ સારા ગ્રોથ સાથે કારોબાર કર્યો. તેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, HDFC બેન્ક, HDFC, SBI, મારૂતિ, ભારતી એરટેલ અને કોટક મહિન્દ્રાના શેર સામેલ છે.

બજેટના દિવસે બજારમાં ઔતિહાસિતક તેજી

બજેટના દિવસે બજારમાં ઔતિહાસિક વધારો જોવા મળ્યો હતો. પોઝિટિવ વધારાના પગલે સેન્સેક્સ 5 ટકા વધી 48600.61 પર અને નિફ્ટી 4.74 ટકા વધી 14281.20 પર બંધ થયો હતો. તેમાં બેન્કિંગ શેરમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્કનો શેર 14.71 ટકા, SBI 10 ટકા અને L&Tનો શેર 9 ટકા વધી બંધ થયો હતો. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ પણ 8.26 ટકા વધી બંધ થયો હતો. લિસ્ટેક કંપનીઓની માર્કેટ કેપ પણ 6.32 ટકા વધી હતી.

ઈન્ડિગો પેઇન્ટ્સનો શેર 75 ટકા પ્રીમિયમ પર લિસ્ટ, રોકાણકારોને પ્રત્યેક શેરે 1,117 રૂપિયાનો ફાયદો
બજેટને પગલે શેરબજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ છે. 2021નું બીજું લિસ્ટિંગ શાનદાર રહ્યું. ઈન્ડિગો પેઇન્ટ્સનો શેર BSE પર 2607.50 રૂપિયા પર લિસ્ટ થયો છે. આ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE) પર પણ શેર 75 ટકા પ્રીમિયમ પર 2607.50 રૂપિયાના ભાવ પર લિસ્ટ થયો છે. એની ઈશ્યુ પ્રાઈસ 1490 રૂપિયા હતી, એટલે કે રોકાણકારોને પ્રતિ શેર 1,117 રૂપિયાનો ફાયદો થયો.

વૈશ્વિક બજારમાં મજબૂત તેજી
ગ્લોબલ માર્કેટ પણ વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. કોરિયાનો કોસ્પી 2.23 ટકા વધી કારોબાર કરી રહ્યો છે. હોન્ગકોન્ગનો હેંગસેંગ ઈન્ડેક્સ, ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સ અને જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 1-1 ટકાથી વધુ વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. આ જ રીતે ચીનના શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સમાં પણ 0.55 ટકાનો વધારો છે. આ પહેલાં અમેરિકા અને યુરોપિયન બજારોમાં તેજી જોવા મળી હતી. નેસ્ડેક ઈન્ડેક્સ 2.55 ટકા, S&P 500 ઈન્ડેક્સ 1.61 વધી બંધ થયો હતો. યુરોપિયન માર્કેટમાં ફ્રાન્સનો CAC ઈન્ડેક્સ અને જર્મનીનો DAX ઈન્ડેક્સમાં પણ 1-1 ટકા વધારો રહ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો