તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • The Sensex Rose 312 Points To Close At 52500, The Highest Buying In The Metal Sector; ONGC, Kotak Mahindra Shares Rise

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 50 અંક ઘટ્યો, નિફ્ટી 15313 પર બંધ; એક્સિસ બેન્ક, ICICI બેન્કના શેર ઘટ્યા

મુંબઈ13 દિવસ પહેલા
  • પાવરગ્રીડ કોર્પ, ONGC, NTPC, કોટક મહિન્દ્રા, મારૂતિ સુઝુકીના શેર વધ્યા

ભારતીય શેરબજારોમાં સપ્તાહના બીજા દિવસે ફલેટ બંધ થયા હતા. સેન્સેક્સ 49.96 અંક ઘટીને 52104.17 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 1.25 ટકા ઘટીને 15313.45 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, ICICI બેન્ક, નેસ્લે, ઈન્ફોસિસ, SBI સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એક્સિસ બેન્ક 2.37 ટકા ઘટીને 775.65 પર બંધ રહ્યો હતો. ICICI બેન્ક 2.31 ટકા ઘટીને 658.45 પર બંધ રહ્યો હતો. જોકે પાવર ગ્રીડ કોર્પ, ONGC, NTPC, કોટક મહિન્દ્રા, મારૂતિ સુઝુકી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 6.24 ટકા વધીને 225.45 પર બંધ રહ્યો હતો. ONGC 5.18 ટકા વધીને 103.50 પર બંધ રહ્યો હતો.

ઓટો કંપનીઓ એપ્રિલ-મેમાં બીજી વખત મોંઘી કરી શકે છે ગાડીઓ
કાચા માલનો ખર્ચ વધવાથી વાહનોની કિંમતમાં 1-3 ટકા સુધી વધી શકે છે. ઓટો સેક્ટરની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આયશર મોટર્સ અને અશોક લેલેન્ડ જેવી મોટી કંપનીઓ એપ્રિલ-મેમાં કિંમતોમાં વધારો કરી શકે છે. કારણ કે સ્ટીલ, એલ્યુમિનિયમ અને અન્ય ધાતુઓના ખર્ચમાં વધારો નોંધાઈ રહ્યો છે.

બેન્ક ક્રેડિડ 6 ટકા અને ડિપોઝિટ 11 ટકા વધી
RBIના જણાવ્યા મુજબ 29 જાન્યુઆરી સુધી બેન્ક ક્રેડિટ 5.93 ટકા વધી 107.05 લાખ કરોડ રૂપિયા થઈ, જ્યારે ગત વર્ષે આ સમયમાં તે 101.05 લાખ કરોડ રૂપિયા રહી હતી. બીજી તરફ ડિપોઝિટ 11.06 ટકા વધીને 1478.98 લાખ કરોડ રૂપિયા રહી. જ્યારે ગત વર્ષે જાન્યુઆરીમાં તે 133.24 લાખ કરોડ રૂપિયા રહી હતી.

વિશ્વભરના બજારોમાં રેકોર્ડ વધારો
જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 529 અંક કે 1.76 ટકા વધ્યો છે. લૂનાર નવુ વર્ષ હોવાથી ચીનનું શેરબજાર બંધ છે. ગ્લોબલ ઈકોનોમિમાં રિકવરી અને ફેડના વ્યાજ દરોમાં ઘટાડાથી સોમવારે અમેરિકાના શેરબજારો સતત 12માં દિવસે વધારો જોવા મળ્યો હતો. ડાઓ જોન્સ, નેસ્ડેક અને S&P 500 ઈન્ડેક્સ મામૂલી વધારા સાથે બંધ થયા હતા. આ પહેલા યુરોપિયન માર્કેટમાં સારો વધારો રહ્યો હતો. બ્રિટનનો FTSE ઈન્ડેક્સ 2.52 ટકા ઉપર બંધ થયો હતો.

15 ફેબ્રુઆરીએ સેન્સેક્સ પ્રથમ વખત 52 હજારને પાર કરી ગયો
સોમવારે સેન્સેક્સ 609 અંકના વધારા સાથે 52154 અને નિફ્ટી 151 અંક વધી 15314 પર બંધ થયો હતો. NSEના પ્રોવિઝનલ ડેટા મુજબ વિદેશી સંસ્થાગત(FII)એ 1234.15 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા, જ્યારે ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 1048.55 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો