તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શેરબજારમાં બજેટના દિવસથી ચાલી રહેલો વધારો હજી પણ જોવા મળી રહ્યો છે. ગુરુવારે સેન્સેક્સ 358 અંક વધી 50614.29 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 105 અંક વધી 14895 પર બંધ થયો હતો. સતત ચાર દિવસથી જોવા મળી રહેલા વધારામાં સેન્સેક્સ 4328.52 અંક વધી ચૂક્યો છે. કારણ કે ઈન્ડેક્સ 29 જાન્યુઆરીએ 46285.77 પર બંધ થયો હતો. આજે સેન્સેક્સ અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તર 50687.51એ પહોંચ્યો હતો. જે વિશ્વના 189 દેશોની જીડીપી કરતાં પણ વધુ હોવાનો નિર્દેશ કરે છે.
સેન્સેક્સ પર ITC, SBI, બજાજ ફાઈનાન્સ, ONGC, M&M સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ITC 6.11 ટકા વધીને 230.00 પર બંધ થયો હતો. SBI 5.73 ટકા વધીને 355.10 પર બંધ થયો હતો. જોકે એશિયન પેઈન્ટ્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, ટાઈટન કંપની સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એશિયન પેઈન્ટ્સ 2.08 ટકા ઘટીને 2402.00 પર બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક 1.68 ટકા ઘટીને 1031.95 પર બંધ રહ્યો હતો.
4 ફેબ્રુઆરીએ હીરો મોટોકોર્પ, SBI સહિત અન્યના પરિણામ આવશે ગુરુવારે વાયદાની એક્સપાયરી છે. આજે SBI, હીરો મોટોકોર્પ, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, HPCL, NTPC, ટાટા પાવર, ઝી એન્ટરટેન્ટમેન્ટ, ગોદરેજ પ્રોપર્ટી ટ્રેન્ટ, REC, ચંબલ ફર્ટિલાઈઝર સહિત અન્યના ત્રિમાસિક પરિણામ આવશે.
વૈશ્વિક બજારોમાં ઘટાડો
ગુરવારે વૈશ્વિક બજારોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 1.28 ટકા, જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 0.55 ટકા અને ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સ 0.48 ટકા ઘટી કારોબાર કરી રહ્યો છે. આ જ રીતે હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 1.05 ટકા અને ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 0.73 ટકા ઘટ્યો છે. આ પહેલા અમેરિકાના બજારોમાં ડાઉ જોન્સ, નેસ્ડેક અને S&P 500 ઈન્ડેક્સ સપાટ બંધ થયા હતા. યુરોપના બજારોમાં બ્રિટનનો FTS, જર્મનીનો DAX અને ફ્રાન્સનો CAC ઈન્ડેક્સ પણ સપાટ જ બંધ થયો હતો.
ગઈકાલે પ્રથમ વખત સેન્સેક્સ 50 હજારને વટાવીને બંધ થયો હતો
3 ફેબ્રઆરી સેન્સેક્સ 458 અંક વધીને 50255.75 પર અને નિફ્ટી 142 અંક વધી 14789.95 પર બંધ થયો હતો. બજારના વધારામાં સરકારી બેન્ક અન ફાર્મા સેક્ટરના શેર સૌથી આગળ રહ્યાં હતા. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 2.79 ટકા અને PSU ઈન્ડેક્સ 2.61 ટકા ઉપર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જના પ્રોવિઝનલ ડેટા મુજબ વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ગઈકાલે નેટ 2520.92 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ 399.74 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.