તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Sensex Rises 561 Points, Nifty Crosses 15000 Level; Shares Of IndusInd Bank, ONGC Rise

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 258 અંક વધ્યો, નિફ્ટી 15097 પર બંધ; ONGC, NTPCના શેર વધ્યા

મુંબઈ2 મહિનો પહેલા
  • ICICI બેન્ક, નેસ્લે, લાર્સન, કોટક મહિન્દ્રા, ટાઈટન કંપનીના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 258 અંક વધીને 51039 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 115 અંક વધીને 15097 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ONGC, NTPC, રિલાયન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ONGC 4.66 ટકા વધીને 119.00 પર બંધ રહ્યો હતો. NTPC 4.55 ટકા વધીને 107.95 પર બંધ રહ્યો હતો. જોકે ICICI બેન્ક, નેસ્લે, લાર્સન, કોટક મહિન્દ્રા, ટાઈટન કંપની સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ICICI બેન્ક 2.10 ટકા ઘટીને 627.95 પર બંધ રહ્યો હતો. નેસ્લે 1.45 ટકા ઘટીને 16114.35 પર બંધ રહ્યો હતો.

અમેરિકાના સેન્ટિમેન્ટથી વિશ્વભરનાં બજારોમાં વધારો
અમેરિકામાંથી આવી રહેલા પોઝિટિવ અપડેટને કારણે ગ્લોબલ માર્કેટમાં વધારો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 486 અંક વધારા સાથે 30158 પર કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ પણ 453 અંકના વધારા સાથે 30262 પર કારોબાર કરી રહ્યો છે. કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 2.30 ટકા વધી 3,064 પર કારોબાર કરી રહ્યો છે. આ રીતે ચીનનો શંઘાઈ કમ્પોઝિટ અને ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સ પણ 1 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.

વ્યાજદરો ઓછા રાખવાના નિર્ણયથી વધારા સાથે બંધ થયાં US અને યુરોપનાં શેર માર્કેટ
ટેક શેરોમાં વેચવાલી ઘટવા અને ફેડ દ્વારા વ્યાજદરો ઓછા રાખવાના સમાચારથી અમેરિકાનાં બજાર પણ વધારા સાથે બંધ થયાં હતાં. ડાઓ જોન્સ ઈન્ડેક્સ 424 અંક વધી 31961 પર અને S&P 500 ઈન્ડેક્સ 44 અંક વધી 3925 પર બંધ થયા હતા. આ રીતે નેસ્ડેક ઈન્ડેક્સ પણ 132 અંકના વધારા સાથે 13958 પર બંધ થયો હતો. આ રીતે યુરોપિયન શેરબજાર પણ વધારા સાથે બંધ થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો