તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 1145 અંક ઘટી 49744 પર બંધ, BSEની માર્કેટ કેપ 4.1 લાખ કરોડ રૂપિયા ઘટી; ટેક શેરોમાં ભારે વેચવાલી

મુંબઈ7 દિવસ પહેલા
  • ONGC, કોટક મહિન્દ્રા, HDFC બેન્કના શેર વધ્યા

વૈશ્વિક બજારના ઉતાર-ચઢાવના પગલે ભારતીય શેરબજારોમાં સપ્તાહના પ્રથમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 1145 અંક ઘટી 49744 પર બંધ રહ્યો છે. જ્યારે નિફ્ટી 306 અંક ઘટી 14675 પર રહ્યો છે. ઘટાડાના પગલે લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 4.1 લાખ કરોડ રૂપિયા ઘટીને 199.88 લાખ કરોડ રૂપિયા થઈ છે. જે શુક્રવારે 203.98 લાખ કરોડ રૂપિયા હતી.

સેન્સેક્સ પર ડો.રેડ્ડી લેબ્સ, એમએન્ડએમ, ટેક મહિન્દ્રા, એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ડો.રેડ્ડી લેબ્સ 4.77 ટકા ઘટીને 4461.85 પર બંધ રહ્યો હતો. એમએન્ડએમ 4.51 ટકા ઘટીને 836.90 પર બંધ રહ્યો હતો. જોકે ONGC, કોટક મહિન્દ્રા, HDFC બેન્કના શેર વધીને બંધ રહ્યાં હતા. ONGC 1.14 ટકા વધીને 106.30 પર બંધ રહ્યો હતો. HDFC બેન્ક 0.64 ટકા વધીને 1548.65 પર બંધ રહ્યો હતો.

શેરબજારમાં ઘટાડાના મોટા કારણ

  • રોકાણકાર દેશમાં કોરોનાના વધતા મામલાઓથી નર્વસ છે. કારણ કે મહારાષ્ટ્ર, કેરળ સહિત દેશના 16 રાજ્યોમાં મામલાઓ સતત વધી રહ્યાં છે.
  • યુરોપના શેરબજાર બપોરે ભારે ઘટાડા સાથે ખુલ્યા. તેમાં બ્રિટનનો FTSE ઈન્ડેક્સ, ફ્રાન્સનો CAC અને જર્મનીનો DAX સામેલ છે. ઈન્ડેક્સમાં 1-1 ટકાથી વધુ ઘટાડો છે.
  • ઘરેલુ બજારના અગ્રણી શેરોમાં ભારે ઘટાડો છે. તેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, TCS, ઈન્ફોસિસ, HCL ટેક, સહિત SBI સામેલ છે.

એક્સચેન્જ પર 2510 શેરોમાં કારોબાર થઈ રહ્યો છે, એમાંથી 1131 શેર વધારા અને 1245 ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 203.05 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. શુક્રવારે એ 203.98 લાખ કરોડ રૂપિયા હતી.

ભારે વિદેશી રોકાણ સતત ચાલુ
દેશમાં આર્થિક સુધારા અને બજેટથી બનેલા સેન્ટિમેન્ટને કારણે રોકાણકારોએે જોરદાર રોકાણ કર્યું છે. ડિપોઝિટરીઝના ડેટા મુજબ, 1-19 ફેબ્રઆરીની વચ્ચે ફોરેન પોર્ટફોલિયા ઈન્વેસ્ટર્સ(FPI)એ 24965 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ઈક્વિટી માર્કેટમાં 24204 કરોડ રૂપિયા અને ડેટા કે મની માર્કેટમાં 761 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

ગ્લોબલ માર્કેટમાં ઉતાર-ચઢાવ
ગ્લોબલ માર્કેટમાં જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 187.08 અંક અને હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 67.27 અંક પર કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ, ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને કોરિયાનો કોસ્પી ફ્લેટ કારોબાર કરી રહ્યો છે. આ પહેલાં યુરોપ અને અમેરિકાનાં શેરબજારો પણ ફ્લેટ બંધ થયાં હતાં.

ઘટાડા સાથે બંધ થયું હતું બજાર
શેરબજાર શુક્રવારે સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 434 અંકના ઘટાડા સાથે 50,889.76 પર અને નિફ્ટી 137 અંક ઘટી 14,981.75 પર બંધ થયો હતો. NSEના પ્રોવિઝનલ ડેટા મુજબ, વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 118.75 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. જ્યારે ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 1,174.98 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો