તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 379 અંક ઘટ્યો, નિફ્ટી 15119 પર બંધ; બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રાના શેર ઘટ્યા

મુંબઈ11 દિવસ પહેલા
  • ONGC, NTPC, એશિયન પેઈન્ટ્સ, ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 379 અંક ઘટી 51324 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 90 અંક ઘટી 15118 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રિા, M&M, નેસ્લે, HDFC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. બજાજ ફાઈનાન્સ 2.43 ટકા ઘટી 5565.45 પર બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા 2.20 ટકા ઘટી 1945.30 પર બંધ રહ્યો હતો. જોકે ONGC, NTPC, એશિયન પેઈન્ટ્સ, ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ONGC 8.32 ટકા વધીને 110.70 પર બંધ રહ્યો હતો. NTPC 4.08 ટકા વધીને 103.40 પર બંધ રહ્યો હતો.

BSE પર 2856 શેરમાં કારોબાર કરી રહ્યો છે. 1552 શેરમાં વધારો અને 1145માં ઘટાડો છે. ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક અને સેન્ટ્રલ બેન્ક સહિત 242 કંપનીઓના શેરમાં અપર સર્કિટ લાગી. વધારાના કારણે લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 206.47 લાક કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે કાલે 205.60 લાખ કરોડ રૂપિયા હતી.

વિશ્વભરના શેરબજારોમાં વેચવાલી
વિશ્વભરના શેરબજારોમાં ઘટાડો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ મામલી ઘટાડા સાથે 30287.50 પર કારોબાર કરી રહ્યો છે. એ જ રીતે હોન્ગકોન્ગનો હેંગસેંગ ઈન્ડેક્સ 1.69 ટકા અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 0.88 ટકા નીચે કારોબાર કરી રહ્યો છે. જ્યારે ચીનનો શંઘાઈ ઈન્ડેક્સ 0.39 ટકા વધારા સાથે 3669 પર પહોંચ્યો છે. આ પહેલા અમેરિકા અને યુરોપિયન માર્કેટમાં પણ ઘટાડા સાથે બંધ થયા હતા.

બુધવારે અમેરિકાનો નેસ્ડેક ઈન્ડેક્સ 0.58 ટકા અને S&P ઈન્ડેક્સ 0.03 ટકાના મામૂલી ઘટાડા સાથે બંધ થયો હતો. બીજી તરફ યુરોપમાં બ્રિટનનો FTSE ઈન્ડેક્સ 0.56 ટકા, જર્મનીનો DAX ઈન્ડેક્સ 1.10 ટકા અને ફ્રાન્સનો CAC ઈન્ડેક્સ 0.36 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો.

શેરબજાર 17 ફેબ્રુઆરીએ સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયુ હતુ
ગઈકાલે BSE સેન્સેક્સ 400.34 અંકના ઘટાડા સાથે 51,703.83 પર અને 104.55 અંક ઘટી 15208 પર બંધ થયો હતો. NSEના પ્રોવિઝનલ ડેટા મુજબ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 1008.2 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા, જ્યારે ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII) એ 1283.38 કરોડ રૂપિયાના શેર વેચ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો